• સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમીક્રોને હાહાકાર મચાવ્યો છે, જ્યારે રાજકોટમાં પણ ઓમીક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે.
  • ઓમીક્રોનથી ડરવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે- સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદી
  • લોકોએ વેકસીનનાં બંને ડોઝ લઈને માત્ર કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી છે

WatchGujarat. સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનાં નવા વેરીએન્ટ ઓમીક્રોને હાહાકાર મચાવ્યો છે. અને ગુજરાત સહિત રાજકોટમાં પણ ઓમીક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. હાલ શહેરમાં ઓમીક્રોનનો 1 પોઝીટીવ તેમજ 3 શંકાસ્પદ દર્દીઓ છે. ત્યારે સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદી દ્વારા ઓમીક્રોન મુદ્દે મહત્વની જાણકારી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઓમીક્રોનથી ડરવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે, કોરોનાનાં આ વેરીએન્ટમાં મોટેભાગે ઑક્સિજન-વેન્ટિલેટરની જરૂર ઓછી પડે છે. લોકોએ વેકસીનનાં બંને ડોઝ લઈને માત્ર કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીનાં જણાવ્યા મુજબ, હાલ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો એક પોઝીટીવ કેસ છે. કોરોનામાં અગાઉ ડેલ્ટા અને બાદમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટ આવ્યા હતા. જેમાં મ્યુટેશન થતા હાલ ઓમીક્રોન સામે આવ્યો છે. દેશમાં અત્યાર સુધી સામે આવેલા 100થી વધુ કેસમાં સામે આવેલા તારણ મુજબ ઓમીક્રોનનાં દર્દીને વેન્ટિલેટર – ઑક્સિજનની જરૂરિયાત પ્રમાણમાં ઓછી પડે છે. હાલ જે દર્દીની સારવાર ચાલી રહી છે તેમાં પણ સામાન્ય લક્ષણો જ જોવા મળી રહ્યા છે. જેમાં ક્યારેક માથું દુઃખવું અને ક્યારેક તાવ આવે છે. આ સિવાય ખાસ કોઈ તકલીફ દર્દીમાં જોવા મળી નથી. માટે ઓમીક્રોનથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ઓમીક્રોનનાં દર્દીને શરીરનો દુઃખાવો, તાવ અને માથું ચડવું જેવી સાધારણ તકલીફ જોવા મળે છે. હાલ જે દર્દી સારવારમાં છે તેમા જોવા મળ્યું છે કે રાત્રીના સમયે ક્યારેક તેના ધબકારા વધી જાય છે. જો કે આ બધા સામાન્ય લક્ષણો છે. સૌથી અગત્યની વાત એ છે કે આ વેરીએન્ટમાં ઑક્સિજન માટેની જરૂરિયાત પડતી નથી. માટે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ હા લોકોએ કોવિડનાં નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ.

હાલ સારવાર લઈ રહેલા દર્દીએ વેકસીન નહીં લીધી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, આ વેરીએન્ટની સામે લડવા માટે વેકસીનનાં બંને ડોઝ લેવા આવશ્યક છે. વેકસીન લેનાર સંક્રમિત થાય ત્યારે કોઈ સિરિયસ કન્ડિશન થવાની શક્યતા ઘટી જાય છે. તો કોરોનાની રસી નહીં લેનાર વ્યક્તિને ઑક્સિજન- વેન્ટિલેટરની જરૂર પડે છે. અને કેટલાક કેસમાં દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવના છે. માટે જ લોકોએ વહેલી તકે રસીના બંને ડોઝ લઈ લેવા જરૂરી છે. વેકસીનેટેડ વ્યક્તિએ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. આટલું કરવાથી કદાચ વ્યક્તિ સંક્રમિત થાય તો પણ સરળતાથી ઓમીક્રોનને હરાવી શકશે તે નિશ્ચિત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud