• મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ શહેર-જીલ્લાની કોરોના સંદર્ભે વર્તમાન સ્થિતિ અને તે માટે લેવાયેલ ધડાધડ પગલા અંગે ખાસ એકશન પ્લાન રજૂ કર્યો
  • પહેલા રોજના 3 હજાર ટેસ્ટીંગ થતા પરંતુ હવે ડબલ કે તેથી વધુ કરી રોજના 7 હજાર લોકોના ટેસ્ટીંગ પણ કરવામાં આવનાર છે
  • આજ સુધીમાં જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના 70 ટકા બાળકોને વેકસીન અપાઈ ગઈ છે

Watchgujarat. ગુજરાતમાં જેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ સહિત મહાનગરોનાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજકોટ કલેકટર ઉંપરાંત રાજકોટ માટે ખાસ મુકાયેલા નવા પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, ડીડીઓ, મ્યુ. અને પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેનો એક્શન પ્લાન મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબૂએ આ અંગે મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, આજે  મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ શહેર-જીલ્લાની કોરોના સંદર્ભે વર્તમાન સ્થિતિ અને તે માટે લેવાયેલ ધડાધડ પગલા અંગે ખાસ એકશન પ્લાન રજૂ કર્યો છે. જેમાં કોરોના, ઉધરસ, ફલુ સહિતની દવાનો સરકારી, ખાનગી હોસ્પીટલમાં દવા, મેડીકલ સ્ટાફ, ડોકટર્સ, નર્સ, ઈન્જેકશન પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. તેમજ ઓમિક્રોનની દવા કેન્દ્ર અને રાજ્ય સરકાર આપશે તે પ્રમાણે જથ્થો ઉપલબ્ધ કરાવાશે. તો

પહેલા રોજના 3 હજાર ટેસ્ટીંગ થતા પરંતુ હવે ડબલ કે તેથી વધુ કરી રોજના 7 હજાર લોકોના ટેસ્ટીંગ પણ કરવામાં આવનાર છે. ઉપરાંત હોમઆઈસોલેશન હોય ફાસ્ટ કોન્ટેકટ ટ્રેસીંગ, ઝડપી વેકસીનેશન, કન્ટેન્મેન્ટ ઝોન અંગે પણ આંકડાકીય માહિતી સાથે એક રીપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાયો છે.

વધુમાં કલેકટરે જણાવ્યું કે આજ સુધીમાં જીલ્લામાં 15 થી 18 વર્ષની વયના 70 ટકા બાળકોને વેકસીન અપાઈ ગઈ છે. સરકારી અને પ્રાઈવેટ મળી ગયા વર્ષે 6હજાર બેડ તૈયાર હતા, જેની સામે હાલ 11 હજાર બેડ ઉપરાંત શહેરની 84 ખાનગી હોસ્પીટલમાં કોરોના બેડ, આઈસીયુ, ઓકસીજન બેડ, બાળકો માટેના બેડ અંગેની વિગતો મુખ્યમંત્રીને અપાઈ છે. એકશન પ્લાન મુજબ આપણી પાસે 108, 104 સરકારી, પ્રાઈવેટ સહિત કુલ 574 એમ્બ્યુલન્સ છે. તેમા આજથી 16 એમ્બ્યુલન્સ ઉમેરાઈ રહી છે. અને એમ્બ્યુલન્સની કુલ સંખ્યા 600 કરવામાં આવનાર છે. સાથે જ જીલ્લામાં માસ્ક અંગે કડક ચેકીંગ, રાત્રી કર્ફયુ, શહેર-જીલ્લામાં દિવસે-રાત્રે વધુ એકઠા થતા ટોળા, ફેકટરીઓ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઓકસીજન અંગે કલેકટરે જણાવ્યુ હતું કે આપણી પાસે સીવીલ હોસ્પીટલ સહિત જીલ્લાભરમાં થઈને કુલ 16 મેટ્રીક ટન ઓકસીજન પુરવઠો ઉંપલબ્ધ છે. અને જરૂર પડયે તેની વધુ વ્યવસ્થા કરાશે. મેડીકલ સ્ટોર્સમાં બારોબાર દવા લેવા આવતા દર્દીઓનો ખાસ ડેટા, સ્કૂલો કેટલી ચાલુ છે, હાલ કેટલી કોરોનાને કારણે બંધ કરવી પડી તે અંગેની સંપૂર્ણ જાણકારી પણ આજે મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. દરમિયાન સીએમ દ્વારા ઉકાળા વિતરણ સહિતની વધારાની પ્રવૃત્તિઓ શરૂ કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેનો ત્વરિત અમલ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ કલેક્ટર દ્વારા જણાવાયું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud