• શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે રહેતા અને ઈનોવેટીવ સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 18 વર્ષીય સંદીપ ભરતભાઈ ડવ નામના યુવાને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • આરોપી તરીકે કોલેજના છાત્ર ઉદયસિંહ રાણા તથા ઋતુરાજસિંહ જાડેજા, વિરપાલસિંહ પરમાર અને સીદાન્સુ ચૌહાણના નામ આપ્યા
  • ઝગડો છોડાવવા વચ્ચે પડતા મળ્યા છરીના ઘા

WatchGujarat. કાલાવડ રોડ પર આત્મીય કોલેજનાં છાત્રની લુખ્ખાગીરીની ઘટના સામે આવી છે. જેમાં 4 છાત્રોએ નજીવી બાબતે ધોરણ 12નાં છાત્રને મારમારી છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મિત્રો સાથે આરોપીઓ ઝઘડો કરી રહ્યા હોય યુવક વચ્ચે પડતાં તેના પર ધોકા અને છરી વડે હુમલો કર્યેા હતો. આ મામલે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે રહેતા અને ઈનોવેટીવ સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 18 વર્ષીય સંદીપ ભરતભાઈ ડવ નામના યુવાને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે આત્મીય કોલેજના છાત્ર ઉદયસિંહ રાણા તથા ઋતુરાજસિંહ જાડેજા, વિરપાલસિંહ પરમાર અને સીદાન્સુ ચૌહાણના નામ આપ્યા છે.

સંદીપે ફરિયાદમાં જણાવ્યા મુજબ, સોમવારે બપોરના તે આત્મીય કોલેજ પાસેથી ચાલીને પરિમલ સ્કૂલવાળી શેરી તરફ સ્કૂલે જવા માટે જતો હતો. દરમિયાન અહીં ઉદયસિંહ તથા અન્ય ત્રણ શખસો યુવાનના મિત્ર મેહત્પલ હત્પંબલ અને આદિત્ય વટારા સાથે ઝઘડો કરી રહ્યા હતા. જેથી પોતે છોડાવવા માટે વચ્ચે પડયો હતો. દરમિયાન ઉદયસિંહ પોતાના હાથમાં રહેલી છરી પોતાને માથાના પાછળના ભાગે મારી દીધી હતી. તથા સાથે રહેલા અન્ય ત્રણ શખ્સોએ ધોકાના ઘા ફટકારી ઢીકાપાટુનો મારમાર્યેા હતો.

બાદમાં દેકારો થતા અહી લોકો એકત્ર થવા લાગ્યા હતા અને આરોપીઓ નાસી ગયા હતા. ત્યારબાદ સંદીપને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 324, 323, 504, 114 અને જી પી એકટ કલમ 135 એક–એક મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud