• રાજકોટ કોંગ્રેસે મોંઘવારી સામે ધરણાની મંજૂરી માગી હતી
  • કોરોના સંક્રમણ ફેલાવાનું કારણ આગળ ધરી મંજૂરી ન આપી
  • રાજકોટ પોલીસે મંજૂરી આપવાનો કર્યો ઇન્કાર

 WatchGujarat.રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લઇને જનતા પરેશાન છે. દિવસે ને દિવસે જીવનજરૂરિયાત ચિજવસ્તુઓના ભાવ વધીને આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ભાવમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસે મોંઘવારી સામે ધરણા યોજવા માટે મંજૂરી માગી હતી. પરંતુ રાજકોટ સિટી પોલીસે આ ધરણા કરવા માટે મંજૂરી આપી ન હતી.

ભારત દેશમાં બેરોજગારી અને મોંઘવારી બાબતે ધરણા પર બેસવા માટે રાજકોટ કોંગ્રેસે ધરણાની મંજૂરી માગી હતી. પરંતુ સિટી પોલીસે કોરોના સંક્રમણ ફેલાવાનું કારણ આગળ ધરી મંજૂરી આપી ન હતી. બહુમાળી ભવન ચોક પાસે સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેચ્યુ પાસે ધરણાં પર બેસવા માટે જેમાં આશરે 2000 માણસો જોડશે. જે બાબતે મંજૂરી માંગી હતી.

પરંતુ રાજકોટ શહેરનાઓ તરફથી અભિપ્રાય મંગાવતા તેઓના અભિપ્રાય અનુસંધાને તેઓના જણાવ્યા મુજબ જે જગ્યા પર મોટા પ્રમાણમાં વાહનોની અવર-જવરવાળો વિસ્તાર છે. તથા મોટી સંખ્યામાં માણસો ભેગા થાય જેના કારણે સોશ્યિલ ડિસ્ટન ભંગ થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી કોવિડ- 19નુ સંક્રમણ વધવાની શકયતા રહેલ હોવાથી તેમજ ધરણા કાર્યક્રમ દરમ્યાન સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવાના હોવાથી આ બાબતે તમારી અરજી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

Facebook Comments Box

Videos

Our Partners