• શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
  • મહાનગરપાલિકા તંત્ર એક્ટિવ મોડમાં, સંક્રમણનો રોકવા વિવિધ પ્રયાસો હાથ ધરાયા
  • કોરોનાના પોઝીટીવ કેસોને અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સની ટીમો વધારવામાં આવી

કોરોનાના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન'થી શું બચાવી શકશે વેક્સિન, જાણો Pfizer અને BioNtech એ શું કહ્યું

WatchGujarat. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને ત્રણ દિવસમાં નવા 60થી વધુ કેસ નોંધાતા મહાનગરપાલિકા તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું છે. અને કોરોનાનાં સંક્રમણને રોકવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને કોન્ટેકટ ટ્રેસિંગ અને સર્વેલન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ માટેની ટીમો વધારવામાં આવી છે. સાથે જ વેકસીનેશનની પ્રક્રિયા વધુ ઝડપી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે.

મ્યુ. કમિશ્નર અમિત અરોરાનાં જણાવ્યા મુજબ, હાલ કોરોનાનાં નવા પોઝીટીવ કેસોમાં ખાસ્સો ઉછાળો થયો છે. જેને અટકાવવા માટે કોન્ટેકટ ટ્રેસિંગ અને સર્વેલન્સ માટેની ટીમો વધારવામાં આવી છે. પહેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે ટેમ્પરરી હોસ્પિટલ સેટઅપ કરી હતી. જ્યાં ફરી દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. સાથે કોવિડને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બે દિવસથી વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઓપીડીનું મોનીટરીંગ કરાઈ રહ્યું છે. અને ક્યાં વિસ્તારમાં ક્યાં રોગના કેસો વધારે પ્રમાણમાં આવે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ કોઈપણ વિસ્તારનાં પ્રાઇવેટ ડોક્ટર્સ પાસે જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો મનપાને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. વેક્સીનેશન, ટેસ્ટિંગ અને ઓન સ્પોટ સ્ક્રીનીંગને વેગ આપવા માટે પણ વધારાનાં ધન્વંતરી રથ શરૂ કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગઈકાલે નવા 37 કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામ્યો છે. જ્યાં શહેરમાં 35 અને જિલ્લામાં 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના બૉમ્બ ફૂટ્યો હોય તેવુ લાગી રહ્યું છે. જિલ્લાનાં જેતપુરમાં 77 વર્ષીય વૃદ્ધ અને ઉપલેટામાં 19 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને ધોરાજીનો 14 વર્ષીય વિદ્યાર્થી, 36 વર્ષીય યુવાન અને જામકંડોરણાની 36 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગ્રામ્યમાં 3 દર્દી સાજા થયા પછી 38 એક્ટિવ કેસ છે. જ્યારે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 129 પર પહોંચી ગઈ છે. અને જો આ ગતિએ કેસો વધતા રહેશે તો 15 જાન્યુઆરી સુધીમાં હોસ્પિટલો ફૂલ થઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud