• લોકોના ટેક્સના પૈસે મોજમજા કરવાની વાત આવે ત્યારે શાસક અને વિપક્ષ એક થઇ જાય છે
  • વિપક્ષ નેતાની રૂ. 21 લાખની નવી કાર માટેની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે
  • હાલમાં રાજકોટ મનપાની તિજોરી ખાલીખમ છે, આવાસ યોજના સહિતના બાકી કામો પૂર્ણ કરવા મનપાએ 200 કરોડની લોન મૂકી છે

WatchGujarat. મનપા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની આગેવાનીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં વિપક્ષ નેતાની નવી કાર સહિત રૂપિયા 5.25 કરોડનાં વિકાસ કામો ઉપર મંજુરીની મહોર લગાવવામાં આવી છે. જો કે મનપાની તિજોરી ખાલી છે ત્યારે નવી કારનો બિનજરૂરી ખર્ચ મંજુર થતા સ્ટેન્ડિંગની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણય અંગે લોકોમાં અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

મહાનગરપાલિકામાં શાસક તેમજ વિપક્ષ અવારનવાર એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. પરંતુ જ્યારે લોકોના ટેક્સના પૈસે મોજમજા કરવાની વાત આવે ત્યારે શાસક અને વિપક્ષ એક થઇ જાય છે. ત્યારે વધુ એકવાર આવું જ જોવા મળ્યું છે. જેમાં આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જ વિપક્ષ નેતાની રૂ. 21 લાખની નવી કાર માટેની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ મનપાની તિજોરી ખાલીખમ છે. અને આવાસ યોજના સહિતના બાકી કામો પૂર્ણ કરવા મનપાએ 200 કરોડની લોન મૂકી છે. બીજી તરફ આજે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે મનપા વિપક્ષ નેતાની 21 લાખની નવી કાર માટેની દરખાસ્ત મંજુર થવા મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેને દાવો કર્યો હતો કે, અત્યાર સુધી મનપાના કોઈ કામ રૂપિયાને કારણે અટક્યા નથી. બીજીતરફ વિપક્ષ નેતા ભાનું બેન સોરાણીએ બચાવ કરતા જણાવ્યું હતું કે, હાલ જે ગાડી છે. તેના કિલોમીટર પુરા થઈ ગયા હોય નવી કારની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners