• ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળ્યું હતું
  • જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ લાખો રૂપિયા સહીત આઈફોનની માંગણી કરી
  • તમામ માંગો પૈકી અડધી ચીજવસ્તુ આપી દીધા બાદ અન્ય પૈસા સહિતની લાંચ સ્વીકારવા જતા છટકામાં પકડાયા

WatchGujarat. ફરિયાદીને કંપનીની બાઉન્ડરી વોલ બનાવવાનું કામ મળ્યું હતું. જે કામ ચાલુ કરવા દેવા તથા કોઈ અડચણ ઉભી નહિ કરવા માટે મહિલા સરપંચ વતી તેના પતિએ આઈફોન તથા રૂ. 4 લાખ માંગ્યા હતા. જોકે ઇજારદાર (ફરિયાદી) આ અંગે પૈસા તથા વસ્તુ આપવા નહિ ઈચ્છતો હોવાથી તેને રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ACB એ બન્નેને રંગેહાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર, ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેનું કામ મળ્યું હતું. જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘારના પતિ ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘારે ફરીયાદી પાસે રૂ. 4 લાખ તથા ઘરવખરીનો સામાન, 3 – મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરી હતી. જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી 3 મોબાઇલ ફોન તથા રૂ. 50 હજાર રોકડા અગાઉ ફરીયાદી તથા ફરીયાદી સાથે કામ કરનાર અન્ય વ્યક્તિ પાસેથી સ્વીકારી લીધેલા હતા. અને બાકીની રકમ રૂ. 3.5 લાખ તથા બે આઇ ફોન પૈકી રૂ. 1.5 લાખ આજરોજ રાજકોટ આપવાનો વાયદો કરેલો હતો.

જો કે, લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘારના પતિ ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘારે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. સરપંચ વતી તેના પતિએ ફરીયાદી પાસેથી રૂ. 1.5 લાખની લાંચની રકમ સ્વીકારીતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

Facebook Comments Box

Videos

Our Partners