• લોકો કોરોનાની બીજી લહેરનો કહેર ભૂલી ચુક્યા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ તો દૂર માસ્ક પણ લગાવ્યા વિના ફરતા નજરે પડી રહ્યા છે
  • દિવાળીનાં તહેવારો બાદ અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાનાં નવા પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે
  • સદ્દનસીબે તમામ પોઝિટિવ દર્દીઓએ વેક્સિન લીધી હોવાથી હાલમાં તબીયત સ્થિર છે

WatchGujarat. દિવાળીના તહેવારો બાદ શહેરમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. અને છેલ્લા પાંચ દિવસમાં જ નવા 13 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં મહિનાઓ બાદ કોરોના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. જોકે વેકસીન લીધી હોવાથી હાલમાં મોટાભાગનાં દર્દીઓની તબિયત સ્થિર છે. પરંતુ તંત્રમાં આ અંગેની કોઈ જ ગંભીરતા જોવા મળતી નથી. અને બસપોર્ટ સહિતનાં સ્થળોએ ટેસ્ટિંગ તેમજ સ્ક્રીનીંગનાં દાવાઓ પોકળ સાબિત થયા છે. જેમાં બસપોર્ટ ઉપર જ મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. કોઈપણ ટેસ્ટિંગ કે સ્ક્રીનીંગ થતું જોવાયું નહોતું. બીજીતરફ લોકો પણ કોરોનાની બીજી લહેરનો કહેર ભૂલી ચુક્યા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ તો દૂર માસ્ક પણ લગાવ્યા વિના ફરતા નજરે પડ્યા હતા.

આરોગ્ય અધિકારીનાં જણાવ્યા અનુસાર, દિવાળીનાં તહેવારો બાદ અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાનાં નવા પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. આ તમામનાં હોમ અને વર્ક કોન્ટેકટનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હાલ આવી રહેલા કેસો જુદા-જુદા વોર્ડમાંથી આવતા હોવાથી સંક્રમણ ફેલાતું હોય તેવું લાગતું નથી. છતાં તમામ આરોગ્ય કેન્દ્રોની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. ટેસ્ટિંગ તેમજ ટ્રેસિંગની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અલગ-અલગ બે પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક તો તમામ આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ મોબાઈલ ટીમો દ્વારા સંદિગ્ધ વિસ્તારોમાં જઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. છતાં લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. અને બેદરકારી ઘાતક નીવડી શકે છે. સદ્દનસીબે તમામ પોઝિટિવ દર્દીઓએ વેક્સિન લીધી હોવાથી હાલમાં તબીયત સ્થિર છે. તો પણ દરરોજ 1 હજારથી વધુ ટેસ્ટ કરાઈ રહ્યા છે. અને જરૂર પડ્યે ટેસ્ટીંગ વધારવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud