• રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોરોનાનો રીતસ૨ વિસ્ફોટ થયો હોય તેમ નવા દૈનિક કેસ બેવડી સદીની નજીક પહોંચી ગયા
  • ચિંતાજનક બાબત છે કે હોસ્પિટલમાં દર્દીના સંપર્કમાં આવવાના કા૨ણે નહી પરંતુ સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં હાજરીને કા૨ણે આ સંક્રમણ ફેલાયુ હોવાનું જાણવા મળ્યું
  • તબીબોનાં જણાવ્યા મુજબ, હાલ કોરોના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોવાથી દર્દીઓનાં સંપર્કમાં આવી સંક્રમિત થયાની સંભાવના નથી

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ કપરા સમયમાં લોકોની મદદ કરનાર તબીબી જગતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અને 30 ડોક્ટરો તેમજ 25 નર્સિંગ સ્ટાફ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ પૈકી 5 તબીબોને હાઈ ફીવરની ફરિયાદ હોવાનું સામે આવ્યું છે. ડો. ભાવેશ સચદે અને ડો.ઝંખનાબેન સહિતના આ તબીબો સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. આ તમામ તબીબોનાં સંક્રમિત થવામાં સામાજિક પ્રસંગો સહિત ટ્રાવેલિંગ હિસ્ટ્રી અને પોઝિટિવ દર્દીઓના સંપર્ક હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોરોનાનો રીતસ૨ વિસ્ફોટ થયો હોય તેમ નવા દૈનિક કેસ બેવડી સદીની નજીક પહોંચી ગયા છે. ત્યારે છેલ્લા પાંચેક દિવસમાં તબીબી આલમ ઝપટે ચડી ગઈ હોય 30 જેટલા નામાંક્તિ ડોકટરો અને 25 નર્સિંગ સ્ટાફનાં સભ્યો પણ સંક્રમિત થયા છે. જેમાં ચિંતાજનક બાબત છે કે હોસ્પિટલમાં દર્દીના સંપર્કમાં આવવાના કા૨ણે નહી પરંતુ સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં હાજરીને કા૨ણે આ સંક્રમણ ફેલાયુ હોવાનું જાણવા મળ્યું છે.

તબીબોનાં જણાવ્યા મુજબ, હાલ કોરોના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોવાથી દર્દીઓનાં સંપર્કમાં આવી સંક્રમિત થયાની સંભાવના નથી. મોટા ભાગના તબીબો સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં કે પ્રસંગમાં હાજરી અથવા પ્રવાસ દ૨મિયાન સંક્રમિત થયા હોવાની શંકા છે. સૌરાષ્ટ્ર ચેમ્બ૨ દ્વારા તાજેત૨માં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બીજા જ દિવસે જાણીતા ઓર્થોપેડિક સર્જન કોરોના પોઝીટીવ બન્યા હતા. તેઓએ તાત્કાલીક નજીકના સંપર્કમાં આવેલા અન્ય તબીબો આગેવાનોને સાવચેતી કરી દીધા હતા. ત્યા૨ પછીના દિવસે વધુ અમુક તબીબોનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. નોંધનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રીના રોડ-શોથી માંડીને અનેક ધાર્મિક-સામાજીક અને રાજકીય કાર્યક્રમો યોજાયા હતા. ત્યારબાદ છેલ્લા ત્રણ જ દિવસમાં નવા કેસોનો રાફડો ફાટયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud