• રાજકોટમાં સામે આવેલા ત્રણેય કેસો જામનગર રોડ વિસ્તારમાંથી જ મળ્યા
  • કોપર સિટીમાં રહેતા એક જ પરિવારની 16 વર્ષીય તરૂણી અને 40 વર્ષીય મહિલાનો આરટીપીસીઆર પોઝીટીવ આવ્યો
  • રાજકોટ શહેરમાં ગતસાંજ સુધીમાં 6049 અને ગ્રામ્ય વિસ્તારમાં 6765 નાગરિકોએ વેકસીન મુકાવી

WatchGujarat. શહેરમાં તહેવારો દરમિયાન મળેલી છૂટનો લોકોએ ભરપૂર લાભ ઉઠાવતા કોરોનાએ ફરી એકવાર ફંફાડો માર્યો છે. અને 16 વર્ષની એક તરૂણી સહિત 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. શહેરમાં સતત બીજા દિવસે ત્રણ કેસ સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

રાજકોટમાં સામે આવેલા ત્રણેય કેસો જામનગર રોડ વિસ્તારમાંથી જ મળ્યા છે. જેમાં કોપર સિટીમાં રહેતા એક જ પરિવારની 16 વર્ષીય તરૂણી અને 40 વર્ષીય મહિલાનો આરટીપીસીઆર પોઝીટીવ આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યા મુજબ આ મહિલા 8/10/2021 ના ​​રોજ મહારાષ્ટ્રથી ટ્રેન મારફત રાજકોટ આવ્યા છે. તેને ઉધરસ, શરદી, તાવના લક્ષણો તા. 11/10/2021ના રોજ જોવા મળ્યા હતા. બાદમાં છેક તા.16/10/2021 ના ​​રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. મહિલાને 1 વર્ષ પહેલા મગજનો સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમણે તબીબોની સુચના મુજબ હજુ સુધી વેક્સિન લીધી નથી. તેમના અતિ નજીકના સંપર્કમાં આવેલા 11 વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે.

જામનગર રોડ પરની વસુધા સોસાયટીમાં ગઈકાલે એક કોરોના કેસ આવેલો જ્યારે આજે પણ સોસાયટીમાં રહેતા એક 57 વર્ષીય પ્રૌઢ કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લો રિસ્ક કોન્ટેક્ટના કુલ 129 મળી 140 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાયું છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં હાલ 7 એકટીવ કેસ, અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 42835 એ પહોંચી છે. રાજકોટ શહેરમાં ગતસાંજ સુધીમાં 6049 અને ગ્રામ્ય વિસ્તારમાં 6765 નાગરિકોએ વેકસીન મુકાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud