• કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોનાં સ્વજનોને મૃત્યુ સહાય ચૂકવવામાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે
  • કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને આ સહાય ઝડપભેર મળે તે માટે વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે – જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ
  • અરજદારોને સહાયના ફોર્મ લેવામાં અને સબમીટ કરાવવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં કર્મચારીઓ રજાના દિવસોમાં પણ સતત ખડેપગે

WatchGujarat. રાજ્ય સરકારનાં આદેશ બાદ કોરોનાથી મૃત્યુ પામનારનાં પરિવારોને સહાય ચુકવવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. તેમાં રાજકોટ જિલ્લો મોખરે છે. જ્યાં કોરોનાથી મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને રૂપિયા 50-50 હજારની સહાય ચૂકવવાની કામગીરી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપભેર કરવામાં આવી રહી છે. આજે બપોર સુધીમાં રાજકોટ શહેર-જિલ્લાનાં 700 કરતા વધુ લોકોની અરજીઓને મંજુર કરવામાં આવી છે. એટલું જ નહીં એ પૈકી 300થી વધુ અરજદારોના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરાવી દેવામાં આવી છે. તેમજ સાંજ સુધીમાં વધુ દિવંગતોના સ્વજનોના બેંક ખાતામાં રકમ જમા કરાવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને આ સહાય ઝડપભેર મળે તે માટે વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. અરજદારોના ફોર્મની ચકાસણીની કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી છે. ગઇકાલ સવારથી અરજદારોના બેંક ખાતામાં આ સહાય જમા કરાવવાનું શરુ કરવામાં આવ્યા બાદ દોઢ દિવસમાં 300થી વધુ અરજદારોના બેંક ખાતામાં કોરોનાની સહાયની રકમ જમા કરાવી દેવામાં આવી છે. અને આ કાર્યવાહી હાલ ચાલુ જ છે.

ઉલ્લેખનીય છે કે કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોનાં સ્વજનોને મૃત્યુ સહાય ચૂકવવામાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. શુક્રવારે સવારે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અરજદારોને આ સહાયના ફોર્મ લેવામાં અને સબમીટ કરાવવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર કચેરીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં કર્મચારીઓ રજાના દિવસોમાં પણ સતત ખડેપગે છે. અને ગણતરીના દિવસોમાં જ આ કામગીરી 100% પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud