• તંત્રના ચેકીંગ દરમિયાન કોરોનાની વેક્સીન લેવા મામલે બેદરકારી દાખવતા 7 સામે ગુનો નોંધાયો
  • રાજકોટમાં લંડનથી આવેલી એક 22 વર્ષીય યુવતીનો ઑમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતા તે માતાના અંતિમ દર્શન ન કરી શકી
  • કોરોના કેસો વધતા હવે તંત્ર વધારે સતર્ક બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે

WatchGujarat. શહેર પોલીસ પણ વેક્સિન નહીં લેનારાઓ સામે મેદાને પડી છે. અને વેકસીનનો એકપણ ડોઝ નહીં લેનારા હોટલ કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં વિલિયમ જોન પિઝાના ચાર કર્મચારી, જ્યારે ફિષ્ના રેસ્ટોરન્ટનાં એક કર્મચારી સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધાયો છે. સાથે જ આજે ઓમીક્રોનનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જેમાં પણ વિધીની વક્રતાની વાત કરીએ તો સંક્રમિત યુવતિ ખાસ લંડનથી માતાનાં અંતિમ દર્શન માટે આવી હતી. પરંતુ ઓમીક્રોન સંક્રમિત થતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેને લઈને તેણે માતાના અંતિમ દર્શનથી વંચિત રહેવું પડયું હતું.

શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ કોરોના સંક્રમણને અટકાવવા તમામ હોટલ માલિક અને દુકાનદારો તથા કર્મચારીઓ લારી ગલ્લા ધારકો, હેર સલૂન – બ્યુટી પાર્લરના કામ કરતા લોકો જે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓને વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત લીધા હોવા જરૂરી છે. અને આજથી આ પૈકીનાં જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધાતા રસી નહીં લેનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

લંડનથી આવ્યા બાદ ઓમીક્રોન સંક્રમિત થતા દિકરી માતાના અંતિમ દર્શન ન કરી શકી !

રાજકોટમાં લંડનથી આવેલી એક 22 વર્ષીય યુવતીનો ઑમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ મામલે કરુણતા એ છે કે માતાનું 19 ડિસેમ્બરે નિધન થતાં 21 ડિસેસમ્બરે તેમનાં અંતિમ દર્શન માટે યુવતિ રાજકોટ આવી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં તેણે સીધું હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. બહેન છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં ફોરેન્સીક સાયન્સનો અભ્યાસ કરે છે. તેણીને માતાના નિધનની જાણ થતા ભારે હૈયે ભારત આવવા લંડનથી રવાના થઈ હતી. યુકે હાઈરિસ્ક દેશોની યાદીમાં સામેલ હોવાથી તે જેવી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી કે તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટીવ આવતાં તેને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી.

બાદમાં રાજકોટ સિવિલ દ્વારા પણ તેનું સેમ્પલ જિનોમ સિક્વેન્સીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં તેણી ઓમીક્રોન પોઝિટીવ આવતાં હવે તેણે 14 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે. આમ વિધિની વક્રતા એ છે કે જે કામ માટે યુવતી રાજકોટ આવવા માંગતી હતી તે પૂરું જ થઈ શક્યું નથી કેમ કે માતાનું નિધન થતાં તે અંતિમ દર્શન માટે રાજકોટ આવી રહી હતી પરંતુ તેનો ટેસ્ટ પોઝિટીવ આવતાં માતાનાં સાક્ષાત્ અંતિમ દર્શન કરી શકી નથી ! આ પહેલા યુવતીના પિતાનો પણ કોરોનાએ એપ્રિલમાં ભોગ લીધો હતો ત્યારે પણ યુવતી તેમનાં અંતિમ દર્શન કરી શકી નહોતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud