• સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે
  • ફિલ્મનો ફિવર સામાન્ય દર્શકોને જ નથી ચડ્યો પરંતુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ તેના દિવાના બની ગયા છે
  • જાડેજાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કુલદીપે લખ્યું, ‘આગલી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું…!’

WatchGujarat. સોશિયલ મીડિયામાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ ના એક સંવાદ પર બનાવેલો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જાડેજા આંખો ઝીણી કરી રોષે ભરાયા હોય તેવા એક્સપ્રેશન સાથે ફિલ્મ પુષ્પની તમિલ આવૃત્તિનો હિટ ડાયલોગ બોલે છે. આ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના ઉપર બોલર કુલદીપ યાદવે પણ કમેન્ટ કરી લખ્યું હતું કે, આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું…!

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ઘણા રેકોર્ડ તોડ્યા છે. દર્શકોને અને ચાહકોને અલ્લુ અર્જૂનની એક્ટિંગ ખૂબ પસંદ પડી રહી છે. એ ફિલ્મનો ફિવર સામાન્ય દર્શકોને જ નથી ચડ્યો પરંતુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ તેના દિવાના બની ગયા છે. અને હાલ રવિન્દ્ર જાડેજાનો આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

બોલર કુલદીપ યાદવે પણ જાડેજાનાં આ વીડિયોની મજા લીધી છે. અને જાડેજાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કુલદીપે લખ્યું, ‘આગલી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું…!’ તેના પ્રત્યુર સ્વરૂપે ઓલરાઉન્ડરે પણ કુલદીપને જવાબ આપ્યો અને લખ્યું કે,’ હા NCAમાં શૂટિંગ થશે.’ રવિન્દ્ર જાડેજાનો આ વિડીયો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અને લોકો પણ ધડાધડ તેના ઉપર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ રવિન્દ્ર જાડેજા નેશનલ ક્રિકેટ એકેડમીના રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. લિગામેન્ટ ફાટી જવાની બીમારીથી ઝઝૂમી રહેલા જાડેજાને રિકવર થતા મહિનાઓ લાગી શકે છે. જો તે સર્જરી કરાવે તો IPL 2022ની આસપાસ જ સાજો થઈ શકશે. જો કે આ સારવાર દરમિયાન પણ રવિન્દ્ર જાડેજાનાં જોશમાં કોઈ ફેર પડ્યો નથી. તે વાયરલ થયેલા વિડીયો પરથી જાણીને ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud