સોનાના બિસ્કીટ બતાવી ડુપ્લીકેટ બિસ્કીટ પધરાવતા બે શખ્સો ઝડપાયા
બે આરોપી પૈકી એક મહારાષ્ટ્ર અને ગુજરાતના 19 ગુનામાં પકડાઇ ચુકયો છે
આરોપીઓ પાસેની કારમાંથી રૂ.4.45 લાખના 96.2300 ગ્રામના સોનાના બિસ્કિટ તેમજ રૂ.4 હજારની કિંમતના પાણી ચડાવેલ ડુપ્લીકેટ બિસ્કિટ
WatchGujarat. શહેર ક્રાઈમ બ્રાન્ચે અસલી સોનાના બિસ્કીટ બતાવી ડુપ્લીકેટ બિસ્કીટ પધરાવી દઇ ચીટીંગ કરતા બે શખ્સોની ધરપકડ કરી અસલી સોનાનું બિસ્કીટ તેમજ નકલી બિસ્કીટ, કાર સહીત 6 લાખની મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામનો મુખ્ય આરોપી રાજકોટના આર્મ્સ એકટના ગુનામાં પણ એક વર્ષથી નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીઓ રાજકોટ કોને ફંસાવવા માટે આવ્યા હતા તે સહિતનાં મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઇમ બ્રાંચને મળેવી ચોકકસ બાતમીના આધારે આર્મ્સ એકટના ગુનામાં વોન્ટેડ 42 વર્ષીય અરવિદ ઉર્ફે શૈલેષ રાજુભાઇ પટેલ અને મોરબી મહેન્દ્રનગરમાં રહેતા 40 વર્ષીય આગ્રીત સંદીપ માવજી મેરજાની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીઓની તલાશી લેતા અલ્ટો કારમાંથી રૂ.4.45 લાખનું 96.2300 ગ્રામનું સોનાના બિસ્કિટ તેમજ રૂ.4 હજારની કિંમતનું પાણી ચડાવેલુ ડુપ્લીકેટ બિસ્કિટ, મોબાઇલ અને કાર મળી 6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસની પુછપરછમાં આરોપી અરવિંદ પટેલ સસ્તા સોનાની લાલચ આપી ગ્રાહકને વિશ્ર્વાસમાં લેવા માટે અસલી સોનાના બિસ્કીટ બતાવ્યા બાદ ડિલીંગ વખતે બિસ્કીટ બદલાવી લઇ ચીટીંગ કરતા હોવાની કબુલાત આપી છે. આ બંને આવા બે ગુનામાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આરોપી અરવિંદ પટેલનું રાજકોટના હથીયાર ગુનામાં પણ નામ ખુલ્યુ હોય અને એક વર્ષથી વોન્ટેડ હોવાનુ સામે આવ્યું છે. અરવિંદ પટેલ મહારાષ્ટ્ર અને ગુજરાતના 19 ગુનામાં પકડાઇ ચુકયો છે. જયારે આગ્રીત સંદીપ મેરજા પણ મારામાર, દારૂ અને હથીયારના ગુનામાં પકડાઇ ચુકયો હોવાનું સામે આવ્યું છે.
જાણો કેવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી
અરવિંદ અને સંદીપ જુદી-જુદી જગ્યાઓએ લોકોની સાથે મીત્રતા કેળવી વિશ્વાસમાં લેતા હતા. ત્યારબાદ પોતાને પૈસાની જરૂરીયાત હોવાથી અસલ સોનુ ગીરવે મુકવાનું નકકી કરી ચાલાકી અને નજર ચુકવી અસલ સોનુ બતાવી ડુપ્લીકેટ સોનુ પધરાવી ચીટીંગ કરવાની બન્ને ઇસમો ટેવ ધરાવે છે. અને આજરોજ રાજકોટ અને મોરબી વિસ્તારમાં આવા ગ્રાહકો શોધવા નિકળ્યા હતા. જો કે તેઓ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેને ઝડપી લેવામાં આવ્યા છે.