• શહેરના લાલપરી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા સગીરાના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
  • અનુરાજ સુરેશભાઈ માલકીયા સગીરાને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો
  • દીકરીને લાલપરી વિસ્તારમાંથી જ અપહરણ કરી ગયા બાદ આરોપીએ સગીરાનો દેહ પીંખ્યો

WatchGujarat. નારી સુરક્ષાની સરકારી વાતો વચ્ચે અનેક મહિલાઓ અને સગીરાઓ સાથે અત્યાચારની ઘટના સમયાંતરે સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના લાલપરી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુર્જાયાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. જોકે પોલીસે આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરના લાલપરી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા સગીરાના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને સંતાનમાં 15 વર્ષની દીકરી છે. તા.5 એપ્રિલનાં રોજ બપોરે આરોપી અનુરાજ સુરેશભાઈ માલકીયા તેની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો.

દીકરીને લાલપરી વિસ્તારમાંથી જ અપહરણ કરી ગયા બાદ આરોપીએ સગીરાનો દેહ પીંખ્યો હતો. ઉપરાંત એવો પણ આક્ષેપ થયો હતો કે, આરોપીએ વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદને આધારે બી-ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. અને સગીરાને ભગાડી જનાર અનુરાજને દબોચી લઈ આઈપીસી કલમ 363, 366,376 (2) પોકસોની કલમ 4,6 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners