• ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ સહિતનાં સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા સી. આર. પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું
  • 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડનાર છે, ત્યારે તેમના આ કામને પ્રોત્સાહિત કરવા અને નવદંપતિને આશીર્વાદ આપવા આવ્યો છું – સી. આર. પાટીલ
  • આ તકે સાગર ફાઉન્ડેશન દ્વારા એક ખાસ રક્તદાન કેમ્પનું અયીજન કરાયું હોય તેમાં 1000 બોટલથી વધુ રક્ત એકત્ર થયું

WatchGujarat. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે રાજકોટની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે સાગર ફાઉન્ડેશન દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હાજરી આપી હતી. અને 101 નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે પાટીલે ભાજપનાં નેતા જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલા આ સમૂહલગ્નનાં આયોજનની ખૂબ પ્રશંસા કરી હતી. જો કે નરેશ પટેલ અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. સાથે જ વારંવાર રાજકોટ આવવું પડશે તેવું પણ કહ્યું હતું.

એરપોર્ટ ખાતે ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ સહિતનાં સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા સી. આર. પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મીડિયા સાથે કરેલી વાતચીતમાં પાટીલે કહ્યું હતું કે, ભાજપનાં આગેવાનો – કાર્યકરો વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરતા હોય છે. તેવામાં કોર્પોરેટર જયમીન ઠાકર દ્વારા તમામ જ્ઞાતિઓનો આ સમૂહલગ્ન સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં કુલ 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડનાર છે. ત્યારે તેમના આ કામને પ્રોત્સાહિત કરવા અને નવદંપતિને આશીર્વાદ આપવા આવ્યો છું.

દરમિયાન ટૂંકા સમયગાળામાં ત્રીજી વખત રાજકોટની મુલાકાતે આવવા અંગેનો સવાલ પૂછવામાં આવતા જ પાટીલે હંસતા-હંસતા ‘વારંવાર આવવું પડે’નો જવાબ આપ્યો હતો. તો ખોડલધામનાં ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ અંગેના સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. આ તકે સાગર ફાઉન્ડેશન દ્વારા એક ખાસ રક્તદાન કેમ્પનું અયીજન કરાયું હોય તેમાં 1000 બોટલથી વધુ રક્ત એકત્ર થયું હતું. જેના દ્વારા પાટીલની રક્તતુલા પણ કરવામાં આવી હતી.

સ્વાગત માટે આવતા નેતાઓ પર સી આર પાટીલની સ્ટ્રાઇક!

આજરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષનાં સ્વાગત માટે એરપોર્ટ પર સ્થાનિક ભાજપનાં અનેક નેતાઓ આવી પહોંચ્યા હતા. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાને જોતા સીઆર પાટીલ બોલ્યા હતા કે, આ બધાને સ્વાગત માટે કેમ બોલાવ્યા છે ? ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા ખુલાસો કરાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપની સૂચના અનુસાર હું અને મેયર સાહેબ આવ્યા છીએ. સામાન્ય રીતે શહેરમાં જ્યારે કોઈપણ પ્રદેશ નેતા આવે છે ત્યારે તેને એરપોર્ટ પર રિસીવ કરવા રીતસર પડાપડી થતી હોય છે. અને પ્રદેશ ઉપાધ્યક્ષ, ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મંત્રી અરવિંદ રૈયાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિતના હાજર રહેતા હોય છે. ત્યારે હવે શા માટે સી.આર પાટીલે આ પ્રકાર ની સૂચના આપવી પડી તે અંગે પણ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

Facebook Comments Box

Videos

Our Partners