બે નંબરના ફોનના વિક્રેતાઓ પર આજે બપોરથી જીએસટી વિભાગના દરોડા શરૂ
ઇન્કમ ટેક્સની રેડ હોવાની શંકાથી શહેરના મોટા ભાગના મોબાઇલ શોપના શટર પડી ગયા
WatchGujarat. બિલ વગરના આઇ ફોન (એપલ ફોન) અને એમ.આર.પી. વાળા બે નંબરના ફોનના વિક્રેતાઓ પર આજે બપોરથી જીએસટી વિભાગના દરોડા શરૂ થયા છે. ઇન્કમ ટેક્સની રેડ હોવાની શંકાથી શહેરના મોટા ભાગના મોબાઇલ શોપના શટર પડી ગયા હતા. જોકે જીએસટીની ટીમ અને જાગનાથ વિસ્તારમાં વિદેશી આઇ ફોનનું બિલ વગર વેચાણ કરતા વિક્રેતાઓને નિશાન બનાવતા અન્ય કંપનીના ગ્રે માર્કેટના મોબાઇલ વેચાણનું મસ મોટું કૌભાંડ ખુલ્યું હોવાનું જાણવા મળે છે.
શહેરમાં મોબાઇલ હબ યાજ્ઞિક રોડ, એસ્ટ્રોન ચોક અને જાગનાથ વિસ્તારમાં કેટલાક મોબઇલ વિક્રેતા એપલના વિદેશી ફોનના કોડ ક્રેક કરીને તેમજ સેકન્ડ હેન્ડ મોબાઇલનું વેચાણ કરી મોટા પાયે જીએસટી ચોરી કરતાં હોવાની જીએસટી વિભાગને માહિતી મળી હતી. જીએસટી વિભાગના અધિકારીઓએ છેલ્લા એકાદ મહિના સુધી ગુપ્ત રહે આવા બે-નંબરી વિક્રેતાઓની યાદી તૈયારી કરીને તેમના ખરીદ-વેચાણ ઉપર વોચ રાખી હતી. આજે સવારે એરપોર્ટ રોડ પર જીએસટી વિભાગની ટીમને મોબાઇલ વિક્રેતાની વિગતો તમામ સાથેના બંધ કવર પકડાવી દરોડાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાને આધારે જીએસટી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા નવરંગ મોબાઇલ, યશ મોબાઇલ, હાર્દિક મોબાઇલ સહિતની મોબાઇલ શોપમાં રેડ કરતા વિક્રેતાઓને ભર શિયાળે પરેસેવો વળી ગયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ, મોબાઇલ એક મોબાઇલ વિક્રેતાના મોબાઇલ શોપમાંથી અંદાજીત 200 જેટલા સેકન્ટ આઈ ફોન (એપલ) ફોન મળી આવ્યા આવ્યા હતા. લાખોની જીએસટી ચોરીની આ તપાસનો રેલો અન્ય મોબાઇલ વિક્રેતાઓ સુધી પહોંચી શકે છે.