• રાજકોટ મનપા દ્વારા આજે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું
  • સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા
  • કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ, મ્યુ. કમિશ્નર, મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન અને શહેરનાં મેયર હાજર હોવા છતાં નિયમોનો સરેઆમ ભંગ થયો

WatchGujarat. વિશ્વમાં ઓમીક્રોન વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લઈને ખુદ PM મોદીએ ગઈકાલે રાષ્ટ્રને સંબોધન કરી કોવિડ નિયમોનું પાલન કરવા અને રસી લેવાની અપીલ કરી હતી. જેના બીજા જ દિવસે ખુદ રાજ્યમંત્રીની હાજરીમાં સાયકલોફનનાં નામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉલાળીયો થયાનું સામે આવ્યું છે. કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદ પટેલ, મ્યુ. કમિશ્નર, મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન અને શહેરનાં મેયર પણ હાજર હોવા છતાં કોવિડ નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. જેને લઈને નિયમો માત્ર પ્રજા માટે જ હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે.

રાજકોટ મનપા દ્વારા આજે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેમાં મોટા ભાગના સ્પર્ધકો માસ્ક વિનાનાં નજરે પડ્યા હતા. ખુદ રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ મેયર પ્રદીપ ડવ સહિતના નિયમો ભૂલ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલ  જ્યારે બાળકોમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે મનપાએ મોટી સંખ્યામાં બાળકોને સાયકલોથોનનાં નામે એકઠા કર્યા હતા. અને માસ્કનાં નિયમનો ભંગ કરી કોરોના તેમજ ઓમીક્રોનને ખુલ્લું આમંત્રણ પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાઈકલોથોન”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓએ ઉત્સાહભેર આ સાયકલોથોનમાં ભાગ લીધો હતો અને કડકડતી ઠંડીમાં શહેરમાં સાયકલ ચલાવી હતી. આ તકે મેયર ડો. પ્રદીપ ડવ પણ સાયકલ સવારી પર નીકળ્યા હતા. જેને લઇને લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud