કોઠારીયા રોડ પરનાં શ્રીનગરમાં રહેતા 47 વર્ષીય જીતુબેન સુરેશભાઇ ગોહેલ નામના મહિલાને તેના સાસુ સાથે બોલાચાલી થઈ હતી
લાગી આવતા બપોર બાદ ઘરે કોઇ ન હોવાથી કેરોસીન છાંટી કાંડી ચાંપી
જાણ થતાં આસપાસનાં લોકો ભેગા થઇ જતાં કોઇએ તેમના પતિ સુરેશભાઇ હમીરજીભાઇ ગોહેલને જાણ કરી
WatchGujarat. સાસુ અને વહુનાં ઝઘડાનાં અનેક કિસ્સાઓ અગાઉ સામે આવી ચુક્યા છે. ત્યારે આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં કોઈ કારણોસર સાસુની સાથે ઝઘડો થતા પુત્રવધુએ કેરોસીન છાંટી કાંડી ચાંપી હતી. ઘટનાને પગલે ગંભીર રીતે દાઝી જતા હાલ તો તેણીને સારવારમાં ખસેડવામાં આવી છે. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત અનુસાર, કોઠારીયા રોડ પરનાં શ્રીનગરમાં રહેતા 47 વર્ષીય જીતુબેન સુરેશભાઇ ગોહેલ નામના મહિલાને તેના સાસુ સાથે બોલાચાલી થઈ હતી. જેને પગલે લાગી આવતા બપોર બાદ ઘરે કોઇ ન હોવાથી કેરોસીન છાંટી કાંડી ચાંપી હતી. આ અંગેની જાણ થતાં આસપાસનાં લોકો ભેગા થઇ જતાં કોઇએ તેમના પતિ સુરેશભાઇ હમીરજીભાઇ ગોહેલને જાણ કરી હતી. જેને પગલે તેઓ તાકીદે ઘરે પહોંચ્યા હતાં. તેમજ પત્નિને હોસ્પિટલે ખસેડીને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
પોલીસનાં જણાવ્યા મુજબ, જીતુબેનને સંતાનમાં બે પુત્ર છે. જે અલગ રહે છે. પોતે પતિ સુરેશભાઇ, સાસુ ગંગાબેન અને સસરા સાથે રહે છે. કોઈ કારણોસર તેને પોતાના 85 વર્ષીય સાસુ ગંગાબેન સાથે બોલાચાલી થઈ હતી. જેમાં જીતુબેનને લાગી આવ્યું હતું. અને ઘરે કોઈ નહીં હોવાથી તેમણે આ પગલું ભરી લીધું છે. જો કે હાલ જીતુબેનની હાલત ગંભીર હોવાનું ડોક્ટરો દ્વારા જણાવાયું છે. બીજીતરફ પોલીસે જીતુબેનના પતિ અને સાસુ સહિતનાની પૂછપરછ શરૂ કરી છે.