• રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૠતુજન્ય રોગચાળો વકર્યો
  • મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય મહાપાલિકાની ટીમ ફોગિંગ કરવા માટે પહોંચી
  • હોસ્ટેલમાં રહેતાં બે વિદ્યાર્થીને ડેંગ્યુ થયાનું ધ્યાન ઉપર આવ્યું છે – મેડિકલ કોલેજના ડિન મુકેશ સામાણી

WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. પરંતુ બીજીતરફ ડેંગ્યુનો આતંક સતત વધી રહ્યો છે. જેમાં સિવિલની મેડીકલ કોલેજનાં બે છાત્રો પણ ડેંગ્યુનાં ભરડામાં આવ્યા છે. કોર્પોરેશને ફોગિંગ કરતાં બે મેડિકલ છાત્રોને ડેંગ્યુ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ પૈકી એક છાત્રહોસ્ટેલમાં અને બીજો સંપર્ક બહાર થતા સિવિલ હોસ્પિટલ તેમજ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. સાથે લોકોમાં તંત્રની બેદરકારીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માથું ઉંચકયુ છે. હાલ ડેંગ્યુ, મેલેરિયા, તાવ-શરદી-ઉધરસ સહિતના રોગચાળાના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. જેમાં આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ફોગિંગ બાદ સિવિલની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીને ડેંગ્યુ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

જામટાવર રોડ પરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને રહેવા માટેની હોસ્ટેલમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય મહાપાલિકાની ટીમ ફોગિંગ કરવા માટે પહોંચી હતી. આખા બિલ્ડિંગમાં ફોગિંગ કર્યા બાદ ખુલાસો થયો હતો કે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં તેજસ સોલંકી અને તેની સાથે જ રહેતાં અન્ય એક વિદ્યાર્થીને ડેંગ્યુ થયો છે. આ અંગે મનપાનાં અધિકારીએ જણાવ્યું કે હોસ્ટેલમાં ડેંગ્યુનો રોગચાળો વકરી રહ્યો હોવાને કારણે ફોગિંગ કરવા માટે મહાપાલિકામાં કહેવાયું હતું. જેથી અમે ફોગિંગ કરવા કામગીરી હાથ ધરી હતી.

આ અંગે મેડિકલ કોલેજના ડિન મુકેશ સામાણીનાં કહેવા મુજબ, હોસ્ટેલમાં રહેતાં બે વિદ્યાર્થીને ડેંગ્યુ થયાનું ધ્યાન ઉપર આવ્યું છે અને જાણ થતાં સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમને મોકલીને હોસ્ટેલની સાફ સફાઈ શરૂ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય તેવી જગ્યા પરથી બિનજરૂરી સામાનને દૂર કરી નાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૠતુજન્ય રોગચાળો વકર્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં OPD માટે દર્દીઓની લાંબી કતારો લાગી છે. અને ઓગસ્ટ મહિનાની સરખામણીએ સપ્ટેમ્બર મહિનામાં વિવિધ બીમારીઓનાં કેસ ત્રણ ગણા વધ્યા હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સામન્ય તાવના 4000 જેટલાં કેસ, મેલરીયાના 66 કેસ, ડેન્ગ્યુનાં 7 કેસ, તંત્રના ચોપડે ચિકનગુનિયાના માત્ર 6 કેસ નોંધાયા છે. જેમાં પણ છેલ્લા સપ્તાહમાં સામન્ય શરદી ઉધરસના 923 કેસ અને ઝાડા ઉલટીનાં 307 કેસ નોંધાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud