કોંગ્રેસનાં આગેવાનોએ પણ ગળામાં શાકભાજીનાં હાર પહેરી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા
પોલીસે દેખાવો કરી રહેલા તમામની ટીંગટોળી સાથે અટકાયત કરી
WatchGujarat.દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે. અને સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોક ખાતે મોંઘવારીને લઈને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસનાં આગેવાનોએ પણ ગળામાં શાકભાજીનાં હાર પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે દેખાવો કરી રહેલા તમામની ટીંગટોળી સાથે અટકાયત કરી હતી.
આજરોજ રાજકોટ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો સરકાર વિરોધી વિવિધ બેનરો સાથે બહુમાળી ચોકમાં એકઠા થયા હતા. અને સૂત્રોચ્ચાર કરી તેમજ ગળામાં શાકભાજીનાં હાર પણ પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મોંઘવારીનું બેસણું કરવામાં આવનાર હતું. આ માટે કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા. જેને લઈને સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાએ કહ્યું હતું કે, હાલ મોંઘવારીએ માજા મૂકી છે. અને ગરીબની થાળીમાં માત્ર મીઠું મરચું અને પાણી જ વધ્યા છે. છતાં ભાજપ સરકાર દ્વારા મોંઘવારીને ડામવા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈ સરકારની આંખ ઉઘાડવા શેરી નાટક અને મોંઘવારીનું બેસણું સહિતના આશ્ચર્યજનક વિરોધનું આયોજન કરાયું હતું. જો કે લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવનાર ભાજપનાં ઈશારે પોલીસ દ્વારા અમારા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. પરંતુ મોંઘવારી ઘટશે નહીં ત્યાં સુધી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારના વધુ કાર્યક્રમો પણ આપવામાં આવશે.