સંગઠન પાંખે મધ્યસ્થી કરીને દર સોમવારે જ સભ્યોની સંકલન બેઠક રાખવાનું સુચવ્યું હતું
આજે સંકલનની બેઠકમાં પ્રમુખ ભુપત બોદર, કારોબારી સમિતિનાં ચેરમેન સહદેવસિંહ જાડેજા, બાંધકામ સમિતિનાં ચેરમેન પી.જી.કિયાડા સહિત માંડ ચાર ચેરમેન હાજર હતા
ફાઈલો ક્લીયર થતી ન હોવાથી જરુર પડ્યે સીનીયર અધિકારીને રુબરુ મોકવા અને ફોલોઅપ લેવા બેઠકમાં તાકીદ કરવામાં આવી
WatchGujarat. જીલ્લા પંચાયત કચેરી ખાતે પ્રજાના કામો ઝડપથી કરવા અને શાસકો વચ્ચે નિયમિત સંકલનનાં ઉદ્દેશથી દર સપ્તાહે સંકલન સમિતિની બેઠક યોજવાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આજે સતત બીજા સપ્તાહે આ બેઠક યોજાઇ હતી. જોકે બેઠકમાં માત્ર ચાર ચેરમેનો હાજર રહેતા શાસકોને પ્રજાના કામમાં રસ નહીં હોવાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે. સાથે જ શાસક જુથમાં આંતરિક ગણગણાટ ઉભો થવા લાગ્યો છે. અને જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અગાઉની માફક ગેરહાજર રહેતા સભ્યો સામે બાંયો ચડાવે તેવી માંગ ઉઠી રહી છે.
અગાઉ સંગઠન પાંખે મધ્યસ્થી કરીને દર સોમવારે જ સભ્યોની સંકલન બેઠક રાખવાનું સુચવ્યું હતું. આ પછી મોટાભાગે સંકલન મળે છે. પરંતુ તેમાં શાસકોની ખૂબ ઓછી રહે છે. આજે પણ સંકલનની બેઠક રાખવામાં આવી હતી. જેમાં પ્રમુખ ભુપત બોદર, કારોબારી સમિતિનાં ચેરમેન સહદેવસિંહ જાડેજા, બાંધકામ સમિતિનાં ચેરમેન પી.જી.કિયાડા સહિત માંડ ચાર ચેરમેન હાજર હતા. તેમજ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી ઉપરાંત બન્ને નાયબ વિકાસ અધિકારી તથા અન્ય શાખા અધિકારીઓ હાજર હતા.
નોંધનીય છે કે, હાલ અનેક વિકાસ પ્રોજેક્ટોની ફાઈલો મંજુરી માટે ગાંધીનગરમાં છે. આ ફાઈલો ક્લીયર થતી ન હોવાથી જરુર પડ્યે સીનીયર અધિકારીને રુબરુ મોકવા અને ફોલોઅપ લેવા બેઠકમાં તાકીદ કરવામાં આવી છે. જ્યારે કેટલાંક કામોમાં મંજુરી બાકી છે. અને અનેકમાં સુધારા વધારા સુચવાયા છે તે ફાઈલો પણ સચિવાલયમાં છે. ઉપરાંત બાંધકામ-સિંચાઈનાં સ્વભંડોળનાં કામો તથા નવમા નાણાપંચના કામો ઝડપી કરાવવા સુચવ્યું હતું. સિનિયર આગેવાનોનાં જણાવ્યા મુજબ, ઉંચા ભાવને કારણે કોન્ટ્રાક્ટરોને કામમાં રસ નહીં હોવાથી અનેક વિકાસકામો અટકી પડ્યા છે. ત્યારે બાંધકામ સામગ્રીનાં ભાવ નીચા ન આવે ત્યાં સુધી ગાડી પાટે ચડવી મુશ્કેલ છે.