પિતા રીશીભાઈ જીંજુવાડિયાનાં કહ્યા મુજબ, શોર્યએ ઘરે રમતા રમતા નાકમાં જમણી બાજુ મેટલનો સ્ક્રુ નાખી દીધો હતો
પોતે તરત જ સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બાળકે ઊંડો શ્વાસ લઇ જતા સ્ક્રુ નાકમાં વધુ ઊંડે ઉતરી ગયો
ડો. હિમાંશુ ઠક્કરે કોઈ વિલંબ કર્યા વિના બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો સ્ક્રુ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો
WatchGujarat. સામાન્ય રીતે ડોક્ટરને ભગવાન કહેવાય છે. અને અનેકવાર વિવિધ ડોક્ટરો આ વાતને સાબિત પણ કરી ચુક્યા છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરે ત્રણ વર્ષનાં માસુમને નવજીવન આપ્યું છે. આ બાળકે રમતા-રમતા મેટલનો એક સ્ક્રુ નાકમાં નાખ્યો હતો. એટલું જ નહીં તેના પિતાએ કાઢવાનો પ્રયાસ કરતા સ્ક્રુ લગભગ એક ફૂટ ઉંડે ઉતરી ગયો હતો. જેને પગલે બાળકને તરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં માતા-પિતા ઓપરેશનની આશંકા સેવી રહ્યા હતા. પણ નિષ્ણાંત ડોક્ટરે ગણતરીની મિનિટોમાં દૂરબીન વડે સ્ક્રુ શોધીને બહાર કાઢ્યો હતો. જેને લઈને બાળકનાં પરિજનોએ ડોક્ટરનો આભાર માન્યો હતો.
https://youtu.be/tU2GOQaHQlo
બાળક શોર્યનાં પિતા રીશીભાઈ જીંજુવાડિયાનાં કહ્યા મુજબ, શોર્યએ ઘરે રમતા રમતા નાકમાં જમણી બાજુ મેટલનો સ્ક્રુ નાખી દીધો હતો. જેને કારણે પોતે તરત જ સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બાળકે ઊંડો શ્વાસ લઇ જતા સ્ક્રુ નાકમાં વધુ ઊંડે ઉતરી ગયો હતો. ત્યારબાદ પોતે શોર્યને વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જો કે અહીં તેમને પુત્રનું ઓપરેશન કરવું પડશે તેવી આશંકા હતી.
દરમિયાન ડો. હિમાંશુ ઠક્કરે તાત્કાલીક તપાસ કરી તો માલુમ પડ્યું કે આ સ્ક્રુ નાકમાં ઊંડે સુધી ફસાઈ ગયો છે. જેને લઈ તેમણે કોઈ વિલંબ કર્યા વિના બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો સ્ક્રુ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો હતો. જો કે આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર 3 વર્ષ હતી. અને આ કારણે નાકની ખુબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રુ જો સરકીને ઉતરી જાય તો શ્વાસનળીમાં ફંસાઈ જાય અને જીવનું જોખમ ઉભું થાય.
ઉપરાંત સ્ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા ઉભી થાય તેમ હતી. આવી તમામ વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ નિષ્ણાંત ડોકટરે કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગર ત્રણ વર્ષનાં માસુમ શોર્યનાં નાકમાંથી આશરે દોઢેક સેન્ટિ મીટર મોટો સ્ક્રુ દૂરબીન વડે કાઢી આપી બાળકને મુસીબતમાંથી ઉગારી લીધો હતો. અને બાળકને નવજીવન મળતા બાળકનાં પિતા રિશીભાઈએ ડોકટરનો હૃદય પૂર્વક આભાર માન્યો છે.