• 150 ફુટ રીંગરોડ માધાપર ચોકડી તરફથી જેટ સ્પીડે માતેલા સાંઢની માફક સર્પાકારે ચાલતી સ્વીફ્ટ કારના ચાલકે નશામાં ડ્રાઈવીંગ કરીને અકસ્માતની હારમાળા સર્જી
  • સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પુરપાટ ઝડપે આવતી કાર બીઆરટીએસની રેલીંગ સાથે અથડાતા ગોળ ચક્કરડી ફરી ગઈ
  • અકસ્માતને લઈ થયેલા ધડાકાને સાંભળીને ફૂટપાથ પર સુતેલા લોકો પણ ઉઠી ગયા

WatchGujarat. શહેર સહિત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પ્યાસીઓ ગમેતેમ દારૂ શોધી લેતા હોય છે. એટલું જ નહીં જાણે પોલીસ અને કાયદાનો કોઈ ભય ન હોય તેમ નશાની હાલતમાં વાહન ચલાવી બીજાનાં જીવને પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં 150 ફૂટ રિંગરોડ ખાતે દારૂના નશામાં ધૂત યુવકે બેફામ કાર ચલાવતા સ્ટિયરિંગનો કાબૂ ગુમાવ્યો હતો. જેમાં આ યુવકની સ્વીફ્ટ કાર બીઆરટીએસની રેલીંગ તોડી ઘુસી જતા રેલીંગનાં ભુક્કા બોલવાની સાથે કારમાં પણ નુકસાન થયું હતું. જોકે સદનસીબે આઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો સામે આવ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પુરપાટ ઝડપે આવતી કાર બીઆરટીએસની રેલીંગ સાથે અથડાતા ગોળ ચક્કરડી ફરી ગઈ હતી. અકસ્માતને લઈ થયેલા ધડાકાને સાંભળીને ફૂટપાથ પર સુતેલા લોકો પણ ઉઠી ગયા હતા. ભર ઊંઘમાંથી ઉઠેલાં આ લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને કારના નંબરના આધારે તેના માલીક અને ચાલક સહિતના શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ, સોમવારે મોડીરાત્રે 150 ફુટ રીંગરોડ માધાપર ચોકડી તરફથી જેટ સ્પીડે માતેલા સાંઢની માફક સર્પાકારે ચાલતી સ્વીફ્ટ કારના ચાલકે નશામાં ડ્રાઈવીંગ કરીને અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી. જેટ સ્પીડે ચાલતી કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર બીઆરટીએસની રેલીંગમાં ઘુસી જતાં રેલીંગનો કડુસલો બોલી ગયો હતો. અને કારમાં પણ ભારે નુકશાન થયું હતું. ઘટના બાદ કાર ચાલક સહિતના શખ્સો કાર રેઢી મૂકી નાસી છૂટ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners