પોલીસ વહેલી સવારે ચાર વાગ્યે દરોડા પાડવા કારખાને પહોંચી ગઇ હતી
દારુની રૂ. 8,65,800ની કિમતની 2,382 બોટલો, 16,800ની કિંમતના 168 બીયરના ટીન મળી આવ્યા
પોલીસે સ્થળ પરથી કારખાનેદાર જીતેન્દ્ર ડોબરીયાને દબોચી લીધો
Watchgujarat.ગોંડલમાં સિમેન્ટ પ્રોડક્ટ્સનાં નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે કારખાનામાંથી વિદેશી દારૂ તેમજ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. રૂરલ એલસીબીનો દરોડો પાડી ઘોઘાવદર ચોક નજીક આવેલા બંસીધર કારખાનાની ઓફિસમાંથી રૂ.2,50,000ની કિંમતનો 25 કિલો ગાંજો, તેની સામે આવેલા લાભ કારખાનામાંથી દારૂનો જથ્થો, બોલેરો પીકઅપ વાન સહિત રૂ.11.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ રુરલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ અજયસિંહ ગોહીલ, પીએસઆઈ એસ.જે. રાણા અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણએ જીતેન્જ્ઞદ્ર ગીરધરભાઈ ડોબરીયાના લાભ સિમેન્ટ પ્રોડક્ટસ નામના ઘોઘા રોડ પર આવેલા કારખાનામાં દારુનો જથ્થો ઉતાર્યો છે. બાતમી મળતા જ પોલીસ વહેલી સવારે ચાર વાગ્યે દરોડા પાડવા કારખાને પહોંચી ગઇ હતી અને ત્યાં પડેલી જેજી 3 બીવાય 0966 નંબરની બોલેરો પીકઅપમાંથી દારુની રૂ. 8,65,800ની કિમતની 2,382 બોટલો, 16,800ની કિંમતના 168 બીયરના ટીન મળી આવ્યા હતા.
આ કારખાનાની સામે જ આવેલા બંસીધર સિમેન્ટ પ્રોડકટસ કારખાનાની તપાસ કરતાં તેની ઓફીસમાંથી રુા. 2,50,000ની કિંમતનો 25 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. સ્થળ પરથી પોલીસે એક મોબાઈલ ફોન, એક ડોંગલ, બોલેરો પીકઅપ વાન તથા તેના કાગળો નકલ મળી કુલ રૂા. 14,38,100નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી કારખાનેદાર જીતેન્દ્ર ડોબરીયાને દબોચી લીધો છે અને માલ સપ્લાય કરનાર રાજસ્થાનના ખુશીરામ બદ્રીનાથ મીણાને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે આ બંને ગુનામાં અર્જુન મહેન્દ્ર ચૌહાણ, મુસ્તુફા સૈયદની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, કહેવાતો ગૌસેવક અર્જુન ચૌહાણ મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ગાંજો અને દારુની હેરાફેરીના આ ગુનામાં હીસ્ટ્રીશીટર બુટલેગર અને કહેવાતો ગૌસેવક અર્જુન ચૌહાણ મુખ્ય સુત્રધાર છે. જે હાલ ફરાર છે. તેને પકડવા પોલીસની જુદી જુદી ટીમ કામે લાગી છે. ગૌસેવક અર્જુન સામે અગાઉ પણ પ્રોહીબીશનના ગુના નોંધાઈ ચૂક્યા છે.