• રાજ્યનાં શિક્ષણમંત્રી હોવાના નાતે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવાની જવાબદારી જીતુ વાઘાણીનાં શિરે છે
  • જો અહીંનું શિક્ષણ સારું લાગતું ન હોય તો તેણે સંતાનોનાં લિવિંગ સર્ટીફીકેટ લઈ જે દેશ-રાજ્ય સારું લાગતું હોય ત્યાં જતા રહેવુ જોઈએ કે નહીં ? – શિક્ષણમંત્રી જીતુ વાઘાણી
  • ગુજરાતમાં શિક્ષણનું સ્તર નબળું હોવાની સાથે ખર્ચ વધુ હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે

WatchGujarat. ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બે દિવસથી રાજકોટની મુલાકાતે છે. જેમાં આજે તેમણે ફુલબજાર અને શાળા નં.-16નાં નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સંબોધન કરતા જીતુ વાઘાણીની જીભ લપસી હતી. અને તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકાર શિક્ષણ માટે ખૂબ કામ કરી રહી છે. છતાં જે લોકોને અહીં શિક્ષણ સારું ન લાગતું હોય તો સંતાનોનાં સર્ટિફિકેટ લઈ, જે દેશ-રાજ્ય સારું લાગે ત્યાં જતાં રહે’

વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, પત્રકાર મિત્રોની હાજરીમાં પૂછું છું કે, જન્મ્યા ગુજરાતમાં, રહેવું પણ ગુજરાતમાં અને વેપાર-ધંધો પણ ગુજરાતમાં કરો છો. છતાં જો અહીંનું શિક્ષણ સારું લાગતું ન હોય તો તેણે સંતાનોનાં લિવિંગ સર્ટીફીકેટ લઈ જે દેશ-રાજ્ય સારું લાગતું હોય ત્યાં જતા રહેવુ જોઈએ કે નહીં ? વધુમાં તેમણે ભાન ભૂલ્યા હોય તેમ ત્યાં સુધી કહ્યું હતું કે, હવે અહીં બધું ભાંગીને ભુક્કો થઈ ગયું છે. એટલે ઘર અને કુટુંબ ફેરવી નાખો, અહીં બધું પતી ગયું છે. જોકે તેમના આ નિવેદનથી ભાજપનાં નેતાઓનાં ચહેરા ઉતરી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં શિક્ષણમંત્રી હોવાના નાતે ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવાની જવાબદારી જીતુ વાઘાણીનાં શિરે છે. અને ગુજરાતમાં શિક્ષણનું સ્તર નબળું હોવાની સાથે ખર્ચ વધુ હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે અસરકારક પગલાં લેવાને બદલે તેના દ્વારા કરવામાં આવેલી આ વાતથી લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ ગુજરાત જીતુ વાઘાણીની માલિકીનું નહીં હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને પોતાના આ નિવેદન અંગે તેઓ માફી માંગે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners