MD સેલ દ્વારા પણ ફરિયાદની પ્રાયોરિટી મુજબની ચેનલ સૂચવવામાં આવશે
HT એપ્લિકેશન ફેસિલિટેશન સેન્ટર MD સેલના સીધા મોનિટરિંગ હેઠળ કાર્ય કરશે
દરેક વીજગ્રાહકોનાં બિલમાં QR કોડ આપવામાં આવશે, આ કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ જે-તે ગ્રાહકની બિલની રકમ સહિતની વિગતો ઓટોમેટિક આવી જશે - વરુણકુમાર બરનવાલ
WatchGujarat. PGVCL દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહના ભાગરૂપે વીજગ્રાહકો માટે કેટલીક નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં હવે વીજબિલ પર QR કોડ ઉમેરવામાં આવશે. જેથી લોકો QR કોડ સ્કેન કરીને પણ સરળતાથી વીજબિલ ભરી શકશે આ સાથે જ ‘પીજીવીસીએલ સ્વાગત’ નામની એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં લોકોની ફરિયાદોનું કલાકોમાં જ નિરાકરણ આવી જશે.
આ અંગેની વિગતો આપતા PGVCLના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે કહ્યું હતું કે, વિસ્તાર અને ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી ગણાતી વીજકંપની પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં વીજગ્રાહકો માટે ઓનલાઈન બિલ ભરવામાં સરળતા રહે તે માટે નવી સેવા લાગુ કરાશે. જે અંતર્ગત દરેક વીજગ્રાહકોનાં બિલમાં QR કોડ આપવામાં આવશે, આ કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ જે-તે ગ્રાહકની બિલની રકમ સહિતની વિગતો ઓટોમેટિક આવી જશે અને ગ્રાહક વીજબિલ સરળતાથી ભરી શકશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદોનાં નિવારણ માટે ‘પીજીવીસીએલ સ્વાગત’ નામની એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેમાં એન્ટ્રી કરી તેની સાથે જોડેલ દસ્તાવેજને અપલોડ કરવામાં આવશે. બાદમાં ફરિયાદ CCC (કસ્ટમર કેર સેન્ટર)ના કાર્યપાલક ઈજનેરને પણ ફોરવર્ડ કરવામાં આવશે. કાર્યપાલક ઈજનેર ફરિયાદનો અભ્યાસ કરી તેના ઉકેલ માટે અગ્રતા ચેનલ લીલી, પીળી અને લાલ રંગની તેને લાગતાં સમય અને કામની પ્રાયોરિટી મુજબ આપવામાં આવશે તેમજ કાર્યને પૂરું કરવામાં લાગતો અંદાજિત સમય જણાવશે.
દરમિયાન જરૂર પડ્યે MD સેલ દ્વારા પણ ફરિયાદની પ્રાયોરિટી મુજબની ચેનલ સૂચવવામાં આવશે. આજ સુધીમાં એપ્લિકેશનનાં માધ્યમથી 36 ફરિયાદ આવી છે. જેમાંથી 24 ફરિયાદનું ડિવિઝન લેવલે નિરાકરણ કરાયું છે. HT એપ્લિકેશન ફેસિલિટેશન સેન્ટર MD સેલના સીધા મોનિટરિંગ હેઠળ કાર્ય કરશે. સેન્ટર પર નવા HT કનેક્શનની ઓનલાઈન નોંધણી તેમજ તેને લગતી વધારાની સુવિધા, લોડ ડિમાન્ડ એપ્લિકેશન વગેરે ઉપલબ્ધ હશે. HT એપ્લિકેશન સુવિધા કેન્દ્ર પર પીજીવીસીએલના કર્મચારી અરજદારને અરજી સબમિટ કરવામાં મદદરૂપ થશે.
- MD સેલ દ્વારા પણ ફરિયાદની પ્રાયોરિટી મુજબની ચેનલ સૂચવવામાં આવશે
- HT એપ્લિકેશન ફેસિલિટેશન સેન્ટર MD સેલના સીધા મોનિટરિંગ હેઠળ કાર્ય કરશે
- દરેક વીજગ્રાહકોનાં બિલમાં QR કોડ આપવામાં આવશે, આ કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ જે-તે ગ્રાહકની બિલની રકમ સહિતની વિગતો ઓટોમેટિક આવી જશે - વરુણકુમાર બરનવાલ