• શુક્રવારે સવારે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ અમિત રમેશ પીઠડીયા અને એસઆરપી જવાનો સાથે ટીમો વીજ ચેકીંગમાં નિકળી
  • અશ્વિનનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હોવા છતાં તે લંગરીયા નાખીને વીજ વપરાશ કરતો
  • ચેકીંગ માટે સાથે આવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ તમારે અહીંયા વીજ ચેકીંગ કરવાની જરૂર નથી
  • ચેકીંગ સ્ટાફના મેહુલ કિશોર ભટ્ટ કે જે લોડ ચેક કરતા હતા તેની સાથે અશ્વિન અને નિલેશે ઝઘડો અને ઝપાઝપી કરી ધક્કો મારીને પાડી દીધા

WatchGujarat. દુધસાગર રોડ નજીક વીજ ચેકીંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટુકડી પર મનપાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીના પુત્ર નિલેશ સહિત બે આરોપીઓએ ધોકા વડે હુમલો કર્યો હતો. અને ચેકીંગ ટીમને ભાગવા માટે મજબુર કરી હતી. આ બનાવમાં નાયબ ઈજનેર સહિત પાંચ ઘાયલ થતા સિવિલમાં સારવાર લઈ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પીજીવીસીએલના સીટી ડીવીઝન-1 માં ચેકીંગ સ્કવોડમાં ફરજ બજાવતાં નાયબ ઈજનેર નિલેશભાઈ જીવણભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે આઠેક વાગ્યે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ અમિત રમેશ પીઠડીયા અને એસઆરપી જવાનો સાથે તેની એક ટીમ અને બીજા જુનીયર ઈજનેર ગીરીશભાઈ નારણભાઈ સોલંકીના આગેવાની હેઠળ બીજી ટીમ વીજ ચેકીંગમાં નિકળી હતી. બંને ટીમો શિવાજીનગર શેરી નં- 12માં આવેલા એક ડેલામાં પહોંચી હતી. તે ડેલામાં રહેતા અશ્વિન મેરામ રાઠોડ પાસે લેણી રકમ બાકી હોવાથી તેના વિશે પુછતા અશ્વીન ડેલામાંથી આવી પહોંચ્યો હતો. તેને પોતાની ઓળખ આપી આઈ-કાર્ડ બતાવ્યા હતા.

અશ્વિનનું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હોવા છતાં તે લંગરીયા નાખીને વીજ વપરાશ કરતો હતો. જેથી તેને ચેકીંગ માટે સાથે આવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ તમારે અહીંયા વીજ ચેકીંગ કરવાની જરૂર નથી. તમે થોડીવાર ઉભા રહો કહી કોલ કરતા પાડોશમાં રહેતો વિપક્ષ નેતાનો પુત્ર નિલેશ પ્રવિણ સોરાણી ધસી આવ્યો હતો. અને તમે બીજે કયાય ચેકીંગ કરવા માટે જતા નથી. પરંતુ અહીંયા અવાર-નવાર આવી હેરાન કરો છો. કહી વીજ ચેકીંગ કરવા દેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં ચેકીંગ સ્ટાફના મેહુલ કિશોર ભટ્ટ કે જે લોડ ચેક કરતા હતા તેની સાથે અશ્વિન અને નિલેશે ઝઘડો અને ઝપાઝપી કરી ધક્કો મારીને પાડી દીધા હતા.

ત્યારબાદ તેમના હાથમાંથી કાગળ પણ આંચકી લીધો હતો. બીજો સ્ટાફ વચ્ચે પડતા તેમના પર આડેધડ રીતે ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ તેનો કાંઠલો પકડી ઝપાઝપી કરી હવે પછી જો આ ડેલામાં કયારેય વીજ ચેકીંગ માટે આવ્યા તો જાનથી મારી નાખશું, અહીંથી જીવતા પાછા નહી જવા દઈએ. તેવી ધમકી આપી પાછળ દોડતા પીજીવીસીએલનો સ્ટાફ ભાગી આજી ખાતેની ઓફિસમાં પહોંચી ગયો હતો. જયાં નાયબ ઈજનેર બી.આર.ગોસાઈને હકીકત જણાવી હતી. જો કે નિલેશે ત્યા પણ ધસી આવી ઝઘડો અને ગાળાગાળી કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners