• ભંડારીયા ગામે મૂળ એમપીનો પરિવાર એક વાડીમાં રહી ત્યાં જ ખેતમજુરી કરે છે
  • 3 મહિના પહેલા જયારે સગીરા વાડીએ એકલી હતી ત્યારે તેના ફઈનો દીકરો સુરેશ કલમભાઈ વસુનીયાએ તેની એકલતાનો લાભ લઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું
  • ગઈકાલે અચાનક સગીરાના પેટમાં દુ:ખાવો ઉપડતા તેણીને પ્રથમ સરધાર બાદ રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ

WatchGujarat. જસદણ તાલુકાના ભંડારીયામાં ખેતમજુરી કરતા પરપ્રાંતિય પરિવારની 15 વર્ષીય સગીરા ઉપર તેના જ ફઈનાં દીકરાએ દુષ્કર્મ આચર્યું હોવાની વધુ ઘટના સામે આવી છે. જેમાં સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. ઘટના અંગેની જાણ થતાં ભોગ બનનારનાં પરિવારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા જ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર, ભંડારીયા ગામે મૂળ એમપીનો પરિવાર એક વાડીમાં રહી ત્યાં જ ખેતમજુરી કરે છે. અહીં ત્રણ માસ પહેલા તેઓએ ભાગમાં વાડી રાખી હતી. આ પરિવારની 15 વર્ષીય સગીર પુત્રી છે. આ પરિવાર સાથે સગીરાના ફઈનો પરિવાર પણ સાથે ખેતી કરે છે. 3 મહિના પહેલા જયારે સગીરા વાડીએ એકલી હતી ત્યારે તેના ફઈનો દીકરો સુરેશ કલમભાઈ વસુનીયાએ તેની એકલતાનો લાભ લઈ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું.

દરમિયાન કૌટુંબિક ભાઈની આ હરકતથી ડરી ગયેલી સગીરાએ કોઈને આ વાત કરી નહોતી. બાદમાં હોળીનો તહેવાર આવતા સગીરા તેની ફઈને પરિવાર સાથે હોળી કરવા જાંબુઆ (મધ્યપ્રદેશ) ખાતે ગઈ હતી. ત્યાં પણ આરોપીએ દુષ્કર્મ ગુજાર્યું હતું. હોળી પછી સગીરા ફઈ સાથે પરત ભંડારીયા ગામની વાડીએ આવી ગયા હતા. જો કે ડરનાં માર્યા સગીરાએ કોઈને કંઈપણ જણાવ્યું નહોતું.

ગઈકાલે અચાનક સગીરાના પેટમાં દુ:ખાવો ઉપડતા તેણીને પ્રથમ સરધાર બાદ રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં તેણીને 3 માસનો ગર્ભ હોવાનું તબીબોએ જણાવતા શ્રમિક પરીવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ મુદ્દે સગીરાની પુછપરછ કરતા તેણીએ હકીકત જણાવતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરા 2 ભાઈ 1 બેનમાં મોટી છે. હાલ પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners