રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા આટકોટ પોલીસ મથકમાં એક પીડિતાએ તેણીનાં કૌટુંબીક કાકા સામે ફરિયાદ નોંધાવી
યુવક સાથેની મિત્રતા અંગે કૌટુંબિક કાકા જીતેન્દ્ર ગિરધરભાઈ તોગડિયાને જાણ થતા તેઓ બ્લેકમેલ કરી ભગાડી ગયા
જીતેન્દ્ર બે સંતાનોનો પિતા હોવાનું પણ જાણવા મળ્યું
WatchGujarat. જિલ્લાનાં આટકોટ પોલીસ મથકમાં ફરીથી એક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાને ભત્રીજીના અન્ય યુવક સાથેના સંબંધોની જાણ થઈ હતી. જેને પગલે આ વાત તેણીનાં પિતાને કહી દેવાની ધમકી આપી કાકાએ ભત્રીજીને જ બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. અને આ ધમકી આપી વારંવાર તેણીનો દેહ ચુથ્યો હતો. જો કે પીડિતાએ અંતે કંટાળીને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ કાકાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા આટકોટ પોલીસ મથકમાં એક પીડિતાએ તેણીનાં કૌટુંબીક કાકા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણીએ જણાવ્યું છે કે, તેની એક યુવક સાથેની મિત્રતા અંગે કૌટુંબિક કાકા જીતેન્દ્ર ગિરધરભાઈ તોગડિયાને જાણ થઈ હતી. જેને લઈને તેઓ બ્લેકમેલ કરી ભગાડી ગયા હતા. અને ત્યારબાદ વારંવાર બળજબરીપૂર્વક શારીરીક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. જો કે અંતે મોકો મળતા પોતે આ નરાધમ કાકાની જાળમાંથી ભાગીને પોલીસ મથક પહોંચી છે.
યુવતીએ આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે પણ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. જે અંતર્ગત આરોપી જીતેન્દ્રએ પોતાની દીકરીની ઉંમરની ભત્રીજીને બ્લેકમેલ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી બે સંતાનોનો પિતા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ તો પોલીસ દ્વારા નરાધમ કાકા એવા જીતેન્દ્ર ગિરધરભાઈ તોગડિયાની અટકાયત કરી લેવામાં આવી છે. આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ સહિતની પ્રક્રિયા કરવામાં આવશે.