• રાજકોટ ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરવામાં આવી હતી
  • સૌરાષ્ટ્રના ખેડૂતોને કુદરતી આફતોથી થયેલ નુક્સાનમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી વળતર આપવાની માંગ કરવામાં આવી
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 50% ખેડૂતોએ મગફળીનું વેંચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે – દિલીપ સખીયા

WatchGujarat. ભારતીય કિસાસંઘની કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોના મુદ્દાને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમાં એક વિડિયોમાં ભારતીય કિસાન સંઘ પ્રમુખ દિલીપ સખીયા કૃષિમંત્રીને ચેકડેમનાં રીપેરીંગનો કોન્ટ્રાક્ટ સીધો સંસ્થા  અથવા એનજીઓને મળે તેવું લખો આ પ્રકારનો હુકમ કરતો વિડીયો સામે આવ્યો છે. ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ ખેડૂતોના મુદ્દે ચરી ખાતી હોય તેવી ચર્ચા લોકોમાં ઉઠી રહી છે. બીજીતરફ આ અંગે કૃષિ મંત્રીએ નોંધ લખાવી, ત્યારે હુકમને લઈને કૃષિ મંત્રીએ કેમ એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં ? શું આ રીતે રાજ્ય સરકાર ખેડૂતોના નામે સંસ્થા ચલાવતા લોકોને સીધો કોન્ટ્રકટ આપી શકે ? સહિતનાં અનેક પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.

રાજકોટ ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠક અંગે આજે પ્રમુખ દિલીપ સખીયા દ્વારા રેસકોર્સ નજીકથી વિગતો આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના 14 જેટલા પ્રશ્નોના નિકાલ કરવા કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોને કુદરતી આફતોથી થયેલ નુક્સાનમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે દિલીપ સખીયાએ મીડિયાને કહ્યું હતું કે, જિલ્લામાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. તેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 50% ખેડૂતોએ મગફળીનું વેંચાણ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં આ વર્ષે 57,000 ખેડૂતોએ રાજકોટ જિલ્લામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કારણ કે ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતોને કુદરતી આફતોમાં નુકસાન થયું છે. જેથી રી-સર્વે થવો જરૂરી છે. સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી તેને આવકારીએ છીએ. પરંતુ અમારી માંગ છે કે, સૌરાષ્ટ્રના માત્ર ચાર જિલ્લામાં જ સર્વે કરાયો છે જ્યારે નુકસાની એકંદરે 33 ટકા પાકમાં થઈ છે. તો સરકાર ખેડૂતોને પૂરતી સહાય અને નુકસાન થયું તે તમામ ખેડૂતોને સહાય આપે તે જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud