• સંદિપ વાઘેલા ન્યુઝ કેમેરા મેનની નોકરી સાથે પોતાની હે૨ સલૂનની દુકાન ધરાવતો હતો
  • સંદિપે સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ ઉપ૨ સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી દુકાનના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો
  • બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો
  • સંદિપે સોશિયલ મીડિયા પ૨ પોસ્ટ કરેલી સ્યુસાઈડ નોટમાં જે લખ્યું તે વાંચીને તમારી આંખો ભિંજાઇ જશે

WatchGujarat. શહે૨ના કોઠારીયા રોડ પ૨ ૨હેતા અને ન્યુઝ કેમેરામેન તરીકે કામ ક૨તા 24 વર્ષીય સંદિપ વિઠ્ઠલભાઈ વાઘેલાએ ગત મોડી રાત્રે પોતાની દુકાનમાં જ ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ પગલું ભ૨તા પહેલા તેણે સોશિયલ મીડિયા પ૨ તેની સ્યુસાઈડ નોટ પોસ્ટ ક૨તા જ તેના મિત્રો દોડી ગયા હતા. સપ્તાહ પૂર્વે સંદિપના છુટાછેડા થયા હતા જેના કા૨ણે તેણે આપઘાત ર્ક્યાંનું સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ થાય છે. સંદીપના પિતા વિઠ્ઠલભાઈનું બીમારીને લઈ એક મહિના પહેલા જ મૃત્યુ થયું હતું. તેમના માતાને પણ કેન્સ૨ની બીમારી છે. ત્યારે સંદીપ એકમાત્ર ઘ૨નો આધા૨સ્થંભ હતો. તેણે પણ આવું પગલું ભરી લેતા ઘ૨માં એકલા પડી ગયેલા માતા શોકમાં ગ૨કાવ થઈ ગયા છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ સંદિપ વાઘેલા ન્યુઝ કેમેરા મેનની નોકરી સાથે પોતાની હે૨ સલૂનની દુકાન ધરાવતો હતો. ગત મોડીરાત્રે સંદીપ સ્વાતિ રોડ ઉપ૨ સ્વાતિ હાઈટ નામના બિલ્ડીંગમાં આવેલી પોતાની આ દુકાને પહોંચ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ ઉપ૨ સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી દુકાનના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બીજીતરફ તેની આ પોસ્ટ કોઈ મિત્રએ વાંચી લેતા અન્ય મિત્રોને જાણ કરી હતી. અને તુરંત મિત્રો કોઠારીયા રોડ નજીકનાં તેના ઘરે પહોંચ્યા હતા.  પરંતુ સંદિપના ઘરે નહીં હોવાથી મિત્રોએ તેની દુકાને તપાસ ક૨તા રાત્રીના સમયે દુકાન ખુલી જોવા મળી હતી. અને સંદિપ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટક્તો જોવા મળ્યો હતો. જેને પગલે સંદિપને તરત જ નીચે ઉતારી 108ને ફોન કરાયો હતો. જો કે આ પહેલા જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવમાં આવ્યો હતો. સંદિપે સોશિયલ મીડિયા પ૨ પોસ્ટ કરેલી સ્યુસાઈડ નોટમાં જે લખ્યું તે વાંચીને તમારી આંખો ભિંજાઇ જશે.

વાંચો આખરી નોટ અક્ષરસહ:

જય માતાજી હું સંદીપ વાધેલા મારા હોશ માં લખું છું કે મારા જીવનમાં હવે મને રસ રહ્યો નથી જેથી મારું જીવન ટુંકાવ્વી રહ્યો છુ મારા મરવાનું કરણ મારી પત્ની પાયલ સાથે છુટાછેડા કર્યા જ મારા જીવનનો અંતિમ નિર્ણય હતો હું મારી પાયલને જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો અને કરતો રહીશ અને હું હવે એના વગર જીવી પણ શકું એવું મને ન લાગતાં આ પગલું ભરી રહ્યો છું

પાયલ હું આ જીવનમાં તો લાઈફ ટાઈમ સાથે નો રહી શક્યો પણ આવતા જન્મમાં પણ તારા સાથેજ લગ્ન કરાવે તેવી ભગવાનને પ્રાર્થના મારા એને હું જાણું છું કે પરીવારમાં હવે મારા મુત્યુ પછી મારા મમ્મી એકલા થય જશે હું એપણ જાણું છું કે એના માટે પણ જીન્દગી ની આ સૌથી ખરાબ સફર રહેશે પણ મારે આ પગલું ભરવું જોઈએ પણ મારા અને પાયલ ના છુટાછેડા થયા પછી જીવનમાંથી રસ ઉડી ગયો છે મેં એને મારા જીવનની સૌથી નજીક રાખી હતી અને સોરી પાયલ કે આપડે જે આપડા થનાર બાળકો ના નામ અયાન &. દિપયાન નું સપનું ન પુરું કરી શક્યો મારામાં જ ક્યાંક ખામી રહી ગઈ હશે કે તારે બિજા સાથે વાતો કરવા જવું પડ્યું હશે મને આ જન્મમાં એક દુઃખ હંમેશને માટે રહેશે કે મેં તને આજીવન સાથ ન આપ્યો મારા જીવનમાં ખુશીની પળ એ હતી કે તારા સાથે લગ્ન કર્યા અને મારા જીવનની સૌથી દુઃખદ ઘડી એ હતી કે આપણે બંન્ને છુટા પડ્યા પણ મેં તને સાચો અને દિલથી પ્રેમ કર્યો તો અંને કરતો રહીશ અને જીવનમાં કોઈ દિવસ કોયને હું નડ્યો નથી અને મારા મુત્યુ પછી કોઈ ને નડીશ પણ નહીં અને મારા પરીવાર જેવા મીત્રો મને મરવા પણ ના દે જો આ વાત કરુતો સોરી મારા મીત્રો કેમકે મેં ભુલ કરી લગ્ન કરીને છુટ્ટુ કર્યું એ પણ મારી ભુલ જ હતી પણ જે દિવસ થી મેં છુટ્ટૂ કર્યું ત્યારથી મને જીવન માથી રસ ઉડી ગયો હતો પણ મને મારૂં જે સત્ય સ્વીકારવું અઘરૂં હતું એ મને સ્વીકાર્ય નહોતું જેના કારણે મારા માટે આ રસ્તો અપનાવવો પડ્યો અને હવે હું મારા પપ્પા અને બહેન સોનલ ના પાસે જય રહ્યો છું સોરી મારા મમ્મી સોરી મારા પરીવાર જનો તથા મારા હર હંમેશ માટે સુખ હોય કે દુઃખ તેમાં સાથ આપતા એવા મારા મીત્રો (હાર્દિક ભાઈ) (ધર્મેશભાઈ ) (કાનો)

(નીકુંજ ભાઈ ) (રોનક ભાઈ ) તેમજ ભાઈ થી પણ વિશેષ ઘણા મીત્રો છે નામ  લખવા બેસું તો ૨/૩ કલાક વહી જાય  બધાની માફી માંગી રહ્યો છું કે હવે તમારો ભાય તમારાથી દુર જય રહ્યો છે પણ હંમેશ ની માટે તમારા હરેક સુખ દુઃખમાં હું નય રહૂ પણ  મારી આત્મા ભગવાન  હંમશના માટે તમારા પર ક્રુપા વરસાવતા રહે તેવી ભાગવાન પ્રભુને પ્રાર્થના અને મારી પાયલ માટે એક મારો ભાવ લખું છું હું તો તને મારા મનથી મારી દુનિયા સમજતો હતો પણ તે તારી દુનિયા જોવામાં મારી દુનિયા તને ના દેખાડી શક્યો

પાયલ ના મમ્મી પપ્પા ને પણ 2 શબ્દ કહેવા માગું છું કે અને માફી માગું છું કે મારી ભુલ પાયલ સાથે મેં લગ્ન કર્યા અને તમારે પણ સમાજ માં રહેવૂ મુશ્કેલ થય ગયુ હશે હું જાણુ છુ પણ પાયલેને જલ્દી લગ્ન કરવા માટે મને બોવજ ફોર્સ કર્યો તો એનું કારણ ઘરમાં એને ફ્રિડમ નહોતું મળી રહ્યું જેના કારણે પાયલે મારા સાથે લવમેરેજ કરવા પડ્યા તમને મારા માતા પિતાનીજ જગ્યાએ સમજ્યા છે અને ખરેખર હું ખુશ છું કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા કે 2 વર્ષ ની અંદર કોઈ દિવસ મને કય કહ્યું નથી અને હંમેશા ખુશ રહો એજ કહેતા અને તમે એજ કહેતા કે તમે બંન્ને ખુશ રહેજો

અને પાયલ મેં તને કિઘુ હતું કે તારો સાથ હશે ત્યાં સુધી જ મારુ જીવનછે અને કદાચ આ વાતથી એમ લાગશે કે તો છુટાછેડા પછી આટલા દિવસ કેમ રહ્યો તો જણાવું કે આટલા દિવસ તો હું આ સત્ય ને સ્વીકારી નહોતો શક્યો પણ હવે સ્વિકારી લીધું છે

પણ મરતાં પહેલાં એક વાત કરતો જાવ છું કે મારા મુત્યુ પાછળ કોઈનો હાથ કે કોઈની ધમકી નથી હું જે પણ પગલું ભરી રહ્યો છું તે મારી મરજી થી ભરી રહ્યો છું જય માતાજી માફ કરજો મને મારો અને તમારો સાથ અહીં સુધી જ લખ્યો હશે ભગવાન ની ઈચ્છા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud