શિવ એન્ટર પ્રાઇઝમાં ફાયર સેફ્ટીના સાધન ફાયર એકીંગ્યુસર ગેસ રીફીલીંગનું કામ કરવામાં આવે છે
બપોરે ગેસ રીફીલીંગ સમયે એસ્ટિંગ્યુસર સિલીન્ડર ધડાકાભેર ફાટતા બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ થયો
ધડાકો એટલો પ્રંચડ હતો કે સિલીન્ડર 25 ફૂટ દૂર ફંગોળાયો હતો
ભોગ બનનાર મહેશભાઇ સિધ્ધપુરા શિવ એજન્સીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે
WatchGujarat. રૈયા એક્સચેન્જ નજીક અમૃતા સોસાયટીમાં ફાયર સેફ્ટીનાં ફાયર એકીંગ્યુસરમાં ગેસ રીફીલીંગનું ક્રમ કરતા શિવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દુર્ઘટના સામે આવી છે. જેમાં ગેસનાં રીફીલીંગ સમયે જ પ્રચંડ ધડાકા સાથે સિલીન્ડરમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના કઇ રીતે બની? એ જાણવા ફોરેન્સીક નિષ્ણાંતની ટીમની મદદ લેવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, શિવ એન્ટર પ્રાઇઝમાં ફાયર સેફ્ટીના સાધન ફાયર એકીંગ્યુસર ગેસ રીફીલીંગનું કામ કરવામાં આવે છે. આજે બપોરે ગેસ રીફીલીંગ સમયે એસ્ટિંગ્યુસર સિલીન્ડર ધડાકાભેર ફાટતા બોમ્બ વિસ્ફોટ જેવો અવાજ થયો હતો. ધડાકો સાંભળીને આસપાસના દુકાનદારો અને રહેવાસીઓ ભય સાથે બહાર દોડી આવ્યા હતા. ધડાકો એટલો પ્રંચડ હતો કે સિલીન્ડર 25 ફૂટ દૂર ફંગોળાયો હતો. આ બ્લાસ્ટમાં મહેશ અમૃતલાલ સિધ્ધપુરા નામના વ્યક્તિનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ભોગ બનનાર મહેશભાઇ સિધ્ધપુરા શિવ એજન્સીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. દુર્ઘટના નજરે જોનારાના કહેવા મુજબ સિલીન્ડર કોઇ રાહારી કે અન્ય કોઇને વાગે તો એ વ્યક્તિ તત્કાલ રામ રમી જાય તેવી સ્થિતી હતી. બનાવની જાથ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દુર્ઘટના કઇ રીતે ઘટી એ જાણવા હાલ એફ.એસ.એલ. અધિકારીની મદદ લેવામાં આવી છે.
Co2 ગૅસ રીફિલિંગ માટે હાઇડ્રો ટેસ્ટ, ક્વોલિટી ચેક ન થાય તો આવું બનેઃ ચીફ ફાયર ઑફિસર
આ અંગે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફાયર સેફ્ટી માટેના ઉપયોગી સાધન ફાયર એન્ટિંગ્યુસરમાં ગેસ હોય છે. આ ગેસ સાથેના સિલીન્ડરનું નિયત સમયે જરૂરી ચેકીંગ કરવું જરૂરી છે. તેમજ ગેસની ક્વોલીટી સહિતની ચકાસણી કરવા પડે છે. જો એમાં ચૂક થાય તો આ સિલીન્ડર રીફીલીંગ સમયે ધડકાભરે ફાટવાની પૂરી શક્યતા રહે છે. ગૅસ રીફિલિંગ માટે હાઇડ્રો ટેસ્ટ ક્વોલિટી ચેક નહીં થઇ હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાની શક્યતા તેમણે દર્શાવી છે.