• ટાર્ગોર રોડ પર આવેલા અતુલ મોટર્સ નામના કારના શોરૂમમાં ગત રાત્રે 11:45 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી
  • ફાયરબ્રિગેડની એક બાદ એક એમ બે ટીમો ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઇ
  • શો-રૂમ માલીક હરિશભાઇ ચાંદ્રાના જણાવ્યા મુજબ શો-રૂમમાં ચાર કાર પડેલી હતી પરંતુ આગ શો-રૂમના આગળના ભાગે લાગેલી હોય કાર સુધી નહી પહોંચતા બચી ગઇ

WatchGujarat. શહેરનાં ટાગોર રોડ પર આવેલા કારના શો-રૂમમાં ગત મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની બે ટીમોએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગમાં શો-રૂમના શાઇન બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા ભભૂકી ઉઠી હતી. ફાયર વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. જો કે આગમાં શો-રૂમના કાચનો ભાગ અને કોમ્પ્યુટરો સગળીને ખાખ થઇ જતાં મોટું નુકશાન થયું છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ટાર્ગોર રોડ પર આવેલા અતુલ મોટર્સ નામના કારના શોરૂમમાં ગત રાત્રે 11:45 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની એક બાદ એક એમ બે ટીમો ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી. દરમિયાન શો-રૂમમાં આગળના ભાગે લાગેલી આગ ઉપરના પહેલા માળે પહોંચી ગઇ હતી.

જો કે ફાયરબ્રિગ્રેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ બૂઝવવા કામગીરી હાથ ધરી હતી. અને અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં શો-રૂમનો આગળનો કાચનો ભાગ તથા શો- રૂમમાં અંદર રહેલા તેમજ પ્રથમ માળે પણ વસ્તુઓ સળગી જતા મોટુ નુકશાન થયું છે. જો કે નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી.

શો-રૂમ માલીક હરિશભાઇ ચાંદ્રાના જણાવ્યા મુજબ શો-રૂમમાં ચાર કાર પડેલી હતી પરંતુ આગ શો-રૂમના આગળના ભાગે લાગેલી હોય કાર સુધી નહી પહોંચતા બચી ગઇ હતી. શો-રૂમના શાઇન બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું ખૂલવા પામ્યુ છે. જો કે આ ઘટના બાદ તરત જ લાઈટો ચાલી ગઈ હોવાથી નુકસાનીનો સાચો આંકડો હજુ સામે આવ્યો નહીં હોવાનું પણ તેમણે કહ્યું હતું. તો ચીફ ફાયર ઓફિસરે સમયસર આગ કાબૂમાં લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners