• કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાં જ સારવાર મળી રહે તે માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવા અંગે કાર્યવાહી શરૂ કરી લેવા અધિકારી વર્તુળો દ્વારા આદેશ
  • હોસ્પિટલ અમેરિકા-ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. આ એક કામચલાઉ હોસ્પિટલ છે – સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર. એસ. ત્રિવેદી
  • વારંવાર આવતા ચેપી રોગો ઈન્ડોર-આઉટડોર પેશન્ટ સહિતની મેડિકલ સુવિધા મળી રહેશે

WatchGujarat. કોરોનાની ત્રીજી લહેર સામે સાવચેતી સંદર્ભે કલેક્ટર તંત્રના માર્ગદર્શન હેઠળ ચૌધરી હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં અનોખી પોર્ટેબલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. ઈન્ડો-અમેરિકન સ્ટાઈલથી સાડા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પોર્ટેબલ હોસ્પિટલ માટે જરૂરી સામાન આવી જતા તેનું નિર્માણ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી 4થી5 દિવસમાં જ આ 100 બેડની પોર્ટેબલ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે, આ હોસ્પિટલ અમેરિકા-ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. આ એક કામચલાઉ હોસ્પિટલ છે. અને આ ઈન્ડો અમેરિકન હોસ્પિટલ અંગે ગુજરાત સરકારે અગાઉથી જ મંજૂરી આપી દીધી છે. ત્રીજી લહેર ન આવે તો સિવિલનાં જે ડિપાર્ટમેન્ટને બેડની જરૂરિયાત હશે તેને હોસ્પિટલનાં બેડ ફાળવવામાં આવશે. જેનો ખર્ચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી થાય છે. પરંતુ સિવિલ હોસ્પિટલ સંલગ્ન હોસ્પિટલ ગણાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો કોરોનાની ત્રીજી લહેર આવે તો દર્દીઓને તાત્કાલિક ત્યાં જ સારવાર મળી રહે તે માટે 100 બેડની હોસ્પિટલ ઉભી કરી દેવા અંગે કાર્યવાહી શરૂ કરી લેવા અધિકારી વર્તુળો દ્વારા આદેશ અપાયો છે. જેને પગલે સાવચેતીનાં ભાગરૂપે આ હોસ્પિટલ ઉભી કરી હાલ ચાલુ રખાશે. વારંવાર આવતા ચેપી રોગો ઈન્ડોર-આઉટડોર પેશન્ટ સહિતની મેડિકલ સુવિધા અંગેની તમામ કાર્યવાહી અહીં જ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud