યુવરાજ સાકરીયા નામના વ્યક્તિની આઈ 20 કાર ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી
સચિને યુવરાજ પાસે બહાર જવા માટે કાર માંગી હતી પરંતુ યુવરાજે ન આપતા ચોરીનું તરકટ રચ્યું
આસપાસના લોકોના નિવેદન લીધા બાદ સચીનની આગવી ઢબે પુછપરછ કરતા તેણે ચોરીની વાતને કબુલી - પીઆઇ વાળા
[caption id="attachment_1389440" align="aligncenter" width="640"] Rajkot - Friend theft car[/caption]
WatchGujarat. દોસ્ત દોસ્ત ના રહા, મિત્રએ કાર આપવાની ના પાડતા નારાજ થયેલા મિત્રએ જ કારની ચોરી કરી હતી. એટલું જ નહીં બાદમાં કારની શોધખોળ સમયે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સચિન ચંદારાણા નામના આ વ્યક્તિને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. તેમજ શહેરમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવરાજ સાકરીયા નામના વ્યક્તિની આઈ 20 કાર ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા કારની ચોરી કરનાર બીજુ કોઇ નહિં પરંતુ યુવરાજનો મિત્ર સચિન ચંદારાણા જ નીકળ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે સચિને યુવરાજ પાસે બહાર જવા માટે કાર માંગી હતી પરંતુ યુવરાજે ન આપતા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપી સચિન સાથે રહેતો હતો !
મિત્ર યુવરાજની કારની ચોરી કરીને સચિન ફરાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં કોઇને શંકા ન જાય તે માટે તેણે યુવરાજ અને પોલીસની મદદ કરવાનું નાટક રચ્યું હતું. કારને છુપાવીને તે યુવરાજની સાથે આવ્યો અને પોલીસને મદદ કરવા તપાસમાં સાથે રહ્યો. એટલું જ નહીં, સચિને પોતે કાર જોઇ હોવાનું પણ કહ્યું હતું. અને ગાંધીગ્રામના આશાપુરા માતાજીના મંદિર પાસેથી કાર પસાર થઇ હોવાનું જણાવતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જો કે તેમાં કાંઈ હાથ લાગ્યું નહોતું.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ વાળાના કહેવા પ્રમાણે, ગત 28મી તારીખે કારની ચોરી થઇ હતી. ત્યારથી પોલીસ મહેનત કરી રહી હતી. ફરિયાદીના ઘરની બહાર જે સીસીટીવી ફુટેજ મળ્યા હતા તેમાં સફેદ કલરનો શર્ટ પહેરેલો વ્યક્તિ જોવા મળ્યો હતો પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ થયો ન હતો. જો કે પોલીસને પહેલાથી સચિન પર શંકા હતી. અને આસપાસના લોકોના નિવેદન લેતા સચિને જ સવારે સફેદ કલરનો શર્ટ પહેર્યો હોવાની માહિતી મળી હતી. જેના આધારે આગવી ઢબે પુછપરછ કરતા સચિને કાર ચોરીની વાતને કબુલી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સચિન બે દિવસ પહેલા પણ યુવરાજની કાર લઇ ગયો હતો. અને ત્યારે તેણે યુવરાજની કારની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. બે દિવસ બાદ સચિને યુવરાજ પાસે કારની માંગણી કરી ત્યારે યુવરાજે કાર આપવાની ના પાડી દીધી હતી. જેથી સચિનને લાગી આવ્યું હતુ અને યુવરાજને પાઠ ભણાવવા માટે તેણે ડુપ્લીકેટ ચાવીની મદદથી કારની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.