• સામાન્ય રીતે ટ્રેન પાટા પર ચાલતી હોય છે પરંતુ કરણ પિત્રોડાએ મીની ટ્રેક્ટરનાં બેઝને ધ્યાનમાં લઈને અનોખી ટ્રેન બનાવી
  • આ ટ્રેનમાં એશિયાટિક લાયનનાં જુદા- જુદા ચિત્રો પણ દોરવામાં આવ્યા
  • પિતાનાં વ્યવસાયને લઈ ગીર ફોરેસ્ટને ધ્યાનમાં રાખી આ મીની ટ્રેન બનાવવાનો વિચાર આવ્યો – કરણ પિત્રોડા

WatchGujarat. રંગીલું રાજકોટ હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતું છે. તેમાં પણ આધુનિક સમયમાં યુવાવર્ગ ભારે સક્રિય જોવા મળી રહ્યો છે. ત્યારે મવડી નજીક રહેતા એક યુવકે અનોખી કમાલ કરી બતાવી છે. આ યુવકે અંદાજે 25 દિવસની મહેનત અને રૂ. 7 લાખનાં ખર્ચે એક અનોખી ટ્રેન બનાવી છે. આ ટ્રેનની ખાસિયત છે કે, તેનાં માટે કોઈ પાટાની જરૂર નથી. આ ટ્રેન અન્ય વાહનની માફક રસ્તા ઉપર દોડી શકે છે. સિંહપ્રેમી આ યુવાને સાસણ ગીરને ધ્યાનમાં રાખીને આ મીની ટ્રેનનું નિર્માણ કર્યું છે. અને આગામી સમયમાં આ મીની ટ્રેન સાસણ ગીરમાં જોવા મળશે.

અનોખી મીની ટ્રેન બનાવનાર કરણ પિત્રોડાએ કહ્યું હતું કે, પિતા ફેબ્રીકેશન તેમજ રાઈડ્સનો વ્યવસાય કરે છે. અને પોતે સિંહ પ્રેમી છે. અને પિતાનાં વ્યવસાયને લઈ ગીર ફોરેસ્ટને ધ્યાનમાં રાખી આ મીની ટ્રેન બનાવવાનો વિચાર આવ્યો હતો. આ માટે પોતાના સહિત 8થી 10 જેટલા લોકોએ 20થી 25 દિવસ સુધીની મહેનત કરી છે. અને ટ્રેન બનાવવા પાછળ અત્યાર સુધીમાં રૂ. સાત લાખથી વધુનો ખર્ચ પણ થયો છે.

સામાન્ય રીતે ટ્રેન પાટા પર ચાલતી હોય છે પરંતુ કરણ પિત્રોડાએ મીની ટ્રેક્ટરનાં બેઝને ધ્યાનમાં લઈને અનોખી ટ્રેન બનાવી છે. આ ટ્રેન સાસણ ગીરમાં આવેલા તેમનાં મિત્ર ચલાવનાર છે. ત્યારે આ ટ્રેન રસ્તા પર નીકળતા લોકોમાં ખાસ્સુ આકર્ષનનું કેન્દ્ર પણ બન્યું હતું. તેમજ નાના નાના ભૂલકાઓએ મીની ટ્રેનમાં બેસી આનંદ પણ માણ્યો હતો. આ ટ્રેનમાં એશિયાટિક લાયનનાં જુદા- જુદા ચિત્રો પણ દોરવામાં આવ્યા છે. તો સાથે જ આ મિની ટ્રેનને ગીર એક્સપ્રેસ નામ પણ આપવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud