• કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલા ઠાકોરજીની આજે નિત્યક્રમ મુજબ સવારે 6.45 કલાકે મંગળા આરતી કરવામાં આવી
  • દેવ દિવાળીનાં પર્વ નિમિત્તે ભગવાનને પંચામૃત અભિષેક કરી વિશેષ શણગાર કરવામાં આવ્યા
  • ભગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ પહોંચ્યા

WatchGujarat.  દેશભરમાં આજે દેવ દિવાળીની અગિયારસ અંતર્ગત ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાળ ગામે યોજાયેલા અનોખા તુલસી વિવાહ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીંથી લાપાસરી 15 કિલોમીટર ઠાકોરજીની જાન ગ્રામજનોને સાથે લઈ હેલિકોપ્ટરમાં તુલસી માતા સાથે લગ્ન માટે પહોંચી છે. આ અદ્ભૂત ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ જતા તેનો વિડીયો સામે આવ્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલા ઠાકોરજીની આજે નિત્યક્રમ મુજબ સવારે 6.45 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. બાદમાં દેવ દિવાળીનાં પર્વ નિમિત્તે ભગવાનને પંચામૃત અભિષેક કરી વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. જે બાદ ઠાકોરજીને વરરાજાની માફક તૈયાર કરવામાં આવ્યા હતા. અને  યજમાનના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નિકળ્યો હતો.

ત્યારબાદ મંદિરના પૂજારીદ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. ભગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ પહોંચ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં હેલિકોપ્ટર મારફત જાન જતી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

નોંધનીય છે કે આજે દેવઉઠી એકદાશી નિમિતે તુલસી વિવાહની પરંપરા છે. તેનાં ઇતિહાસની વાત કરવામાં આવે તો, જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની તેની ભક્ત સાથે છળ કર્યું હતું. ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતાં, પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થયા હતા. અને તેમની રાખથી તુલસીના છોડનો જન્મ થયા બાદ તેમની સાથે શાલિગ્રામના લગ્નની આ પ્રથા શરૂ થઇ છે. આજના દિવસે તુલસી વિવાહનું અનેરું મહત્વ છે.

Facebook Comments Box

Videos

Our Partners