• જામનગર લોકલ પોલીસ રાજકોટ રેન્જ વડાની ઓફીસ સાથે સંપર્કમાં રહી જામનગરની એક જાણીતી રીફાઈનરીના એન્જિનીયર સુધી પહોંચી
  • સમગ્ર મામલે યુપી ATS દ્વારા ગુજરાત ATSને ઇનપુટ મળ્યા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું
  • મુર્તઝા ગોરખનાથ મંદિરની બહાર કેવી રીતે પહોંચ્યો, તેને તે હથિયાર ક્યાંથી મળ્યું? તેની પણ તપાસ ચાલી રહી છે

WatchGujarat. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેના સાથે સંકળાયેલા છે ગોરખનાથ મંદિર ખાતે થયેલા હુમલાના આરોપીઓનું પગેરૂ સૌરાષ્ટ્રના જામનગર સુધી લંબાયું છે. અને આ મામલે જામનગર પોલીસ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભારે તપાસનો ધમધમાટ શરૂ કર્યાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

હાલમાં જામનગર લોકલ પોલીસ રાજકોટ રેન્જ વડાની ઓફીસ સાથે સંપર્કમાં રહી જામનગરની એક જાણીતી રીફાઈનરી કંપનીમાં વર્ષ 2017માં એન્જીનિયર તરીકે ફરજ બજાવનાર શખ્સ સુધી પહોચી છે. અને તેની લીન્ક મેળવી આ અંગે ખરાઈ કરવા તજવીજ હાથ ધર્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ 6 વર્ષ પહેલા જામનગરની જાણીતી ઓઈલ રીફાઈનરીમાં ફરજ બજાવી ચુકેલો શખ્સ અબ્બાસ મુર્તઝા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ નામ અંગે ખરાઈ કરવા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે યુપી ATS દ્વારા ગુજરાત ATSને ઇનપુટ મળ્યા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે મહારાજગંજમાં રહેતા બે છોકરાઓને પકડી લીધા

હાલમાં ગોરખપુરની આસપાસના જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં કુશીનગર (2 લોકો), સંત કબીરનગરમાંથી 1, મહારાજગંજમાંથી 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. મુર્તઝા આ લોકો સાથે ચેટ બોક્સ દ્વારા વાત કરતો હતો, એવો આરોપ છે. મુર્તઝા ગોરખનાથ મંદિરની બહાર કેવી રીતે પહોંચ્યો, તેને તે હથિયાર ક્યાંથી મળ્યું? તેની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં પોલીસે મહારાજગંજમાં રહેતા બે છોકરાઓને પકડી લીધા છે. તે મુર્તઝાનો મિત્ર છે. બંને જણા મુર્તઝાને તેમની મોટરસાઇકલ પર ગોરખનાથ મંદિરની બહાર છોડીને ગયા હતા.

Facebook Comments Box

Videos

Our Partners