• અનોખા ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની પ્રખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’માં કરવામાં આવ્યું છે
  • આવતીકાલે તારીખ 14મીએ સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સિટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ પણ મહેમાનોને લઈને ઉડાન ભરશે
  • હોટલમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ. સાડા સાત લાખ રૂપિયા છે

WatchGujarat. શહેરનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી અને સોનલબેનનાં પુત્ર જયનાં રજવાડી લગ્ન  તા. 14-15-16 નવેમ્બરનાં રોજ મોરબીનાં ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ અને શીતલબેનની પુત્રી હેમાંશી સાથે રાજસ્થાનના જોધપુરમાં ઉમેદભવન પેલેસ ખાતે યોજાનાર છે. જે અંતર્ગત આજે સવારે આ રજવાડી લગ્નની ભવ્ય જાન બે ચાર્ટર્ડ પ્લેન અને એક એરબસમાં રવાના થઈ હતી. જ્યાં બેન્ડ-વાજા સાથે જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જાણવા મળી રહેલી વિગતો મુજબ ઉદ્યોગપતિ મૌલેશભાઇ ચાર્ટર પ્લેનમાં જોધપુર જવા રવાના થયા છે. અન્ય મહેમાનો માટે ઈન્ડિગો અને સ્પાઈસજેટનાં બે ચાર્ટર પ્લેન અને એક એર બસ બુક કરવામાં આવી છે. જે પૈકી ઈન્ડિગોનું 78 સીટર ચાર્ટર પ્લેન રાજકોટથી જોધપુર માટે રવાના થયું છે. જ્યારે આવતીકાલે તારીખ 14મીએ સવારે 9 વાગ્યે સ્પાઇસજેટની 78 સિટની કેપેસિટી સાથેનું ચાર્ટર અને 186 સીટની ક્ષમતા ધરાવતી એરબસ પણ મહેમાનોને લઈને ઉડાન ભરશે.

આ અનોખા ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની પ્રખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’માં કરવામાં આવ્યું છે. જે હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે. હોટલની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘીદાટ હોટલોમાં થાય છે. જેમાં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ. સાડા સાત લાખ રૂપિયા છે. બૉલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ અહીં થઈ ચૂક્યાં છે. તાજેતરમાં આ શાહી લગ્નની કંકોત્રી સામે આવી હતી. જે ખજાનાની સંદૂક જેવી રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. અને એક કંકોત્રી બનાવવા પાછળ રૂ. 7 હજારનો ખર્ચ થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud