• સમાજ કલ્યાણ વિભાગ દ્રારા સંચાલીત સમરસ કન્યા હોસ્ટેલમાં મોટાભાગની મધ્યમવર્ગીય અને ગરીબ વિધાર્થીનીઓ અભ્યાસ અર્થે રહેતી હોય છે
  • છેલ્લા ઘણા સમયથી આ વિધાર્થીનીઓની ફરીયાદો હતી કે જમવામા મોટાભાગે કાચુ આપવુ, ઈયળો -જીવજંતુઓ નીકળવા, પોષ્ટીકતા વગરની ચીજવસ્તુઓ વાપરવામાં આવી રહી છે
  • ઘણા સમયથી વિધાર્થીનીઓ પુરતુ પીવાનુ અને વપરાશનુ પાણી સમયસર આપતા ના હોવાથી યુનિવર્સિટીઓની ચાલુ પરીક્ષાઓમાં ખુબ સમસ્યાઓ ઉદભવી રહી છે

WatchGujarat. શહેરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમા જમવાના અને પાણીના પ્રશ્ને મોડીરાત્રે 11 વાગ્યે 300થી વધારે વિધાર્થીનીઓ હોસ્ટેલ કેમ્પસમાં ધરણા પર બેસી ગઈ હતી. અને NSUIને જાણ કરતા પ્રમુખ રોહિતસિંહ રાજપુત સહીત તેમની ટીમેં પહોંચી હોબાળો મચાવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી હોસ્ટેલમાં પાણી અને જમવાના પ્રશ્ન અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આ વિરોધ કરવામાં આવ્યાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું. જો કે બાદમાં કેટરર્સ કોન્ટ્રાકટ ધરાવતી કંપની સામે કાર્યવાહીની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા સંચાલીત સમરસ કન્યા હોસ્ટેલમાં મોટાભાગની મધ્યમવર્ગીય અને ગરીબ વિધાર્થીનીઓ અભ્યાસ અર્થે રહેતી હોય છે. જો કે છેલ્લા ઘણા સમયથી આ વિધાર્થીનીઓની ફરીયાદો હતી કે જમવામા મોટાભાગે કાચુ આપવુ, ઈયળો -જીવજંતુઓ નીકળવા, પોષ્ટીકતા વગરની ચીજવસ્તુઓ વાપરવામાં આવી રહી છે. આ મામલે વારંવાર રજૂઆતો છતા કોઈ નિરાકરણ થતુ નથી. એટલું જ નહીં ઘણા સમયથી વિધાર્થીનીઓ પુરતુ પીવાનુ અને વપરાશનુ પાણી સમયસર આપતા ના હોવાથી યુનિવર્સિટીઓની ચાલુ પરીક્ષાઓમાં ખુબ સમસ્યાઓ ઉદભવી રહી છે.

આ અંગે કોઈ નિરાકરણ આવતુ ના હોવાથી મોડીરાતે 500થી વધુ વિધાર્થીનીઓ એકઠી થઈ NSUIની મદદ માંગી તંત્ર અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ કરવાની માંગ કરી હતી. સમગ્ર મામલે NSUI જિલ્લા  પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે, અમને વિધાર્થીનીઓ ફરીયાદ મોડીરાત્રે મળતા 15 મીનીટમાં અમારી ટીમ સમર્થનમાં પહોચી હતી. સંચાલન કરનાર અધિકારીઓને રૂબરૂ જ બોલાવી સમસ્યાઓથી વિધાર્થીનીઓએ વાકેફ કર્યા હતા અને નિરાકરણ તત્કાલ કરવા ઉગ્ર રજુઆત કરી હતી.

NSUIએ આક્ષેપ કર્યો હતો કે જમવાની અને પાણીના ગંભીર સમસ્યાનું મૂળ કારણ વહીવટીતંત્ર અને સરકાર જ છે. સરકારી સમરસ હોસ્ટેલ દરવર્ષે પાણીની અને જમવાના પ્રશ્ર્નોએ હોબાળાઓ થવા છતા ભ્રષ્ટ અમુક અધિકારીઓના પાપે 1500થી વધુ વિધાર્થીનીઓને હોસ્ટેલમાં પીવાનુ પાણી – વપરાશનું પાણી – સરખુ મળતું નથી. અને તંત્ર વિધાર્થીઓને પોષ્ટીક ખોરાક દેવાની બદલે કોન્ટ્રાક્ટર કંપનીને દુર કરવાને બદલે નોટિસો આપી સંતોષ માને છે. એટલે આ સમસ્યાઓ વારંવાર ઉદભવે છે.

આ ઉપરાંત હાલ યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ ચાલુ હોવા છતા અવારનવાર લાઈટ ના હોવાની તેમજ પીવાનુ પાણી નથી હોતુ એ જ બતાવે છે કે પ્રાથમીક સુવીધાઓનો અભાવ વચ્ચે વિધાર્થીનીઓ હોસ્ટેલમા કેમ રહેતી હશે તે મોટો સવાલ છે ! બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરતી સરકાર અને તંત્ર એ વિચારવુ જોઈએ ચાલુ પરીક્ષાઓ વચ્ચે વિધાર્થીનીઓને પીવાના પાણી જેવી પ્રાથમીક સુવિધાઓ અભાવ માટે અડધી રાત્રે ધરણા કરવા પડે એનાથી મોટી શરમજનક બાબત શુ હોય શકે ? NSUI દ્વારા રાત્રે જ કલેકટરને તેમજ મેયરને ફોનથી રજુઆત કરી હતી. જેને પગલે બાબતનુ ટેલીફોનીક રજુઆત કરી તાત્કાલિક સમાજ કલ્યાણ અધિકારી દ્વાર વિધાર્થીનીઓને સમસ્યાઓનુ પુનરાવર્તન નહી થાય તેવી ખાતરી આપી હતી. તેમજ કેટરીંગની કોન્ટ્રાક્ટર કંપનીને દુર કરવા જણાવી પીવાનુ પાણી તત્કાલ મંગાવી આપતા મામલો થાળે પડ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners