• ગત 22મી ફેબ્રુઆરી 2022થી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે
 • રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ, ઈલેક્ટ્રીક પાઇપ, વાયર, સેનેટરી ફિટિંગ, ગ્લાસ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ સેકશન, સહિતની વસ્તુઓનાં ભાવમાં વધતા બિલ્ડરોની પડતર કિંમતમાં પણ વધારો થયો
 • પ્રીમિયમ પ્રોજેક્ટમાં પ્રતિ ચોરસ ફુટ રૂ. 900નો ભાવ વધારવામાં આવશે

WatchGujarat.  છેલ્લા એકાદ મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને મેટલનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેને લઈને યુદ્ધની અસર હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. આ કારણે આગામી બીજી એપ્રિલથી મકાનના ભાવમાં 10 %નો વધારો કરવામાં આવનાર છે. બિલ્ડર એસોસિએશન દ્વારા આ ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું એસો.નાં પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું.

પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, ગત 22મી ફેબ્રુઆરી 2022થી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે વૈશ્વિક શેરબજારો તેમજ તમામ પ્રકારની મેટલમાં મોટો ભાવ વધારો થયો છે. અને બિલ્ડીંગનાં નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા તમામ રો-મટીરીયલનાં ભાવમાં વધારો થયો છે. જેમાં રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ, ઈલેક્ટ્રીક પાઇપ, વાયર, સેનેટરી ફિટિંગ, ગ્લાસ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ સેકશન, સહિતની વસ્તુઓનાં ભાવમાં વધતા બિલ્ડરોની પડતર કિંમતમાં પણ વધારો થયો છે. જેના કારણે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા આગામી બીજી એપ્રિલથી બુકિંગ પ્રાઇસ પર 10 ટકાનો વધારો કરવાની ફરજ પડી છે.

જાણો માર્ચ 2020-2022 સુધીમાં રો મટિરિયલ્સનાં ભાવ કેટલો વધારો આવ્યો

 • સિમેન્ટ એક બેગના ભાવમાં 36%
 • રેતી એક ટનના ભાવમાં 33%
 • કપચી એક ટનના ભાવમાં 29%
 • સ્ટીલ એક કિલોના ભાવ માં 71%
 • ઈલેક્ટ્રીક pipe 1 નંગ ના ભાવમાં 38%
 • ઈલેક્ટ્રીક વાયર અને સ્વીચ ના ભાવમાં 90%
 • પીવીસી પાઇપના ભાવ માં 50%
 • સેનેટરી ફિટિંગ આઈટમના ભાવ માં 35%
 • ટાઈલ્સના ભાવ માં 35%
 • એલ્યુમિનિયમ સેક્શન બારી એક ચોરસ ફૂટના ભાવમાં 65%
 • કાચ 5MMના ભાવમાં 85%
 • દરવાજાના ભાવમાં 20%

ઉલ્લેખનીય છે કે, બિલ્ડીંગના નિર્માણમાં માટે વપરાતા રો મટીરીયલ માં 30% થી 90%નો વધારો થયો છે. તે કારણે હાલ એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રતિ ચોરસ ફૂટનાં છસો પચાસ રૂપિયા વધારવામાં આવશે. તો પ્રીમિયમ પ્રોજેક્ટમાં પ્રતિ ચોરસ ફુટ રૂ. 900નો ભાવ વધારવામાં આવશે. આ નવા ભાવ આગામી 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. જોકે ભાવ જે લોકોએ બુકીંગ કરાવી લીધું હોય તેને આ ભાવ વધારો લાગુ નહીં પડે. તેવી ખાતરી પણ પરેશ ગજેરાએ આપી છે.

Facebook Comments Box

Videos

Our Partners