• સ્થાનિકોને યેનયેન પ્રકારે પરેશાન કરી મકાન ખાલી કરાવી નાખવાની ધમકી આપી
  • યાસીનને ઘર પાસે ખરાબ કચરો ન નાખવા મુદે ઠપકો આપ્યો
  • ઘર પાસે યાસીને આંતરી ‘તું કેમ મારી વાતો ઊડાડે છે,મે બધી તૈયારી કરી લીધી છે, હવે ઘર મૂકી ભાગી જજો, તમને એકેયને છોડવા નથી

WatchGujarat. શહેર અને જિલ્લામાં પોલીસનો ખોફ સતત ઓસરી રહ્યો હોય તેમ ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરાજીનાં ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ઘર પાસે કોન્ડમનાં ઘા કરતા પાડોશીને ઠપકો દેતા કોયતાથી કાપી નાંખીશ કહી પ્રોઢ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ ધમકી આપી હતી કે, ‘મે બધી તૈયારી કરી લીધી છે,તમે બધા ઘર મૂકીને ભાગી જજો, તમને એકેયને છોડવા નથી,બધાને કોયતાથી કપાઈ નાંખીશ’. આ હુમલામાં આરોપીએ પ્રોઢની હાથની નસ કાપી છાતીમાં છરી ઝીંકી દેતા હાલ ભોગ બનનારને સારવારમાં ખસેડાયા છે. અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇજાગ્રસ્ત પ્રોઢે કહ્યું હતું કે, મારા પાડોશમાં ભાડૂઆત તરીકે મુસ્લિમ પરિવાર રહે છે. જે સ્થાનિકોને યેનયેન પ્રકારે પરેશાન કરી મકાન ખાલી કરાવી નાખવાની ધમકી આપી છે. દિવાળીના સમયે પાડોશી યાસીને રંગોળી ઉપર ઓઇલ ઢોળી નાંખી રંગોળી વીંખી નાખી હતી. બાદમાં વારંવાર જાહેરમાં ગાળો બોલી સ્થાનિકોને પરેશાન કરે છે. છેલ્લા એકાદ અઠવાડીયાથી પરિવાર શરમમાં મુકાઇ જાય તે રિતે ઘર પાસે ઉપયોગ કરેલા કોન્ડમ-નિરોધ સહિતના કચરાનો છૂટા ઘા કરી ત્રાસ આપતો હતો.

આ અંગે યાસીનને ઘર પાસે ખરાબ કચરો ન નાખવા મુદે ઠપકો આપ્યો હતો. જેનો ખાર રાખીને સાંજે હું દુકાનેથી વસ્તુ લઈ ઘરે જતો હતો. ત્યારે મને ઘર પાસે યાસીને આંતરી ‘તું કેમ મારી વાતો ઊડાડે છે,મે બધી તૈયારી કરી લીધી છે, હવે ઘર મૂકી ભાગી જજો, તમને એકેયને છોડવા નથી,બધાને કોયતાથી કાપી નાંખીશ તેવી જાહેરમાં ધમકી આપી મારા હાથની નસો કાપી નાંખી છાતીમાં ગંભીર ઇજા પહોચાડી નાસી છૂટ્યો હતો. જેને પગલે હું બેભાન થઈ જતાં મારા પરિવારે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

સમગ્ર મામલે પોલીસે ધોરાજી ખરાવાડ પ્લોટ નજીક રહેતા ખેતીકામ તેમજ કરતાં 56 વર્ષીય દિનેશભાઇ બાબુભાઇ ગજેરા નામની ફરિયાદ ઉપરથી ધોરાજી પોલીસે છરા વડે હુમલો કરી હાથની મુખ્ય નસ કાપી મકાન ખાલી કરી જતા રહેવાની ધમકી આપનાર તેના પાડોશી યાસીન ઇકબાલભાઇ સંધી સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners