• કલેક્ટર સાથે બેઠક બાદ ત્રીજી લહેર અંગે કરવામાં આવેલી તૈયારીઓ અંગે શહેર IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જાણકારી આપી
  • શહેરમાં સિવિલ સહિત કુલ 10 જેટલી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે હાલ સંપૂર્ણપણે તૈયાર
  • 1500 જેટલા ઑક્સિજન બેડ ઉપરાંત જરૂર પડ્યે બીજી લહેરની જેમ હોટલો અને મોલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી

WatchGujarat. શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ મુદ્દે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જે અંતર્ગત ગઈકાલે કલેક્ટર દ્વારા IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) નાં હોદ્દેદારો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેર અને જિલ્લામાં શરૂ થયેલી કોરોનાની ત્રીજી લહેર સામે તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે IMA પ્રમુખ દ્વારા શાળાઓ બંધ કરવા સહિતના જરૂરી સૂચનો પણ કલેક્ટરને કરવામાં આવ્યા હતા. અને કલેકટર અરુણ મહેશ બાબુએ આ માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.

કલેક્ટર સાથે બેઠક બાદ ત્રીજી લહેર અંગે કરવામાં આવેલી તૈયારીઓ અંગે શહેર IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ શહેરમાં સિવિલ સહિત કુલ 10 જેટલી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે હાલ સંપૂર્ણપણે તૈયાર છે. જેમાં વેન્ટીલેટર સાથે 500 જેટલા આઇસીયું બેડ અવેલેબલ છે. તેમજ 1500 જેટલા ઑક્સિજન બેડ ઉપરાંત જરૂર પડ્યે બીજી લહેરની જેમ હોટલો અને મોલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો વેકસીન નહીં લેનાર નાના બાળકોને છે. આ માટે IMAનાં સૂચન મુજબ વહીવટી તંત્ર દ્વારા બાળકો માટે ઑક્સિજનવાળા 250-300 બેડ અને આઇસીયું વાળા 50 બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઑક્સિજનની વ્યવસ્થા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલ શહેરની મોટી હોસ્પિટલો પાસે પોતાના પ્લાન્ટ છે. તેમજ સિવિલ હોસ્પિટલ પાસે ઑક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. જો કે આ વાયરસ માટે ઑક્સિજનની ખાસ જરૂર પડવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud