• સોમવારે સાંજે ઝાલોદથી આવી રહેલી બસમાં કુલ 45 પેસેન્જર બેઠા
  • હાઈવે પર બામણબોર બાયપાસ પાસે પેટ્રોલ પંપ તરફથી એક જેસીબી રોડ ક્રોસ કરતું હતું
  • અચાનક આવેલા આ જેસીબીએ બસને હડફેટે લેતા બસ ડિવાઈડર પર ચડીને પલ્ટી મારી ગઈ

WatchGujarat. અમદાવાદ હાઈવે પર બામણબોર બાયપાસ પાસે બંસલ પેટ્રોલ પંપની સામે જેસીબીએ હડફેટે લેતા એસ.ટી. બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 6 મુસાફરોને ઇજા થઈ છે. બસ ઝાલોદથી રાજકોટ આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં જાનહાની ટળી છે.

આ અંગે બસનાં ડ્રાઈવર વજેસિંગના કહેવા મુજબ, સોમવારે સાંજે ઝાલોદથી આવી રહેલી બસમાં કુલ 45 પેસેન્જર બેઠા હતા. બસ ચોટીલા પહોંચી ત્યારે બસમાં ફોલ્ટ થતા મુસાફરોને પરેશાની ન થાય તે માટે ચોટીલા ડેપો ખાતેથી GJ – 18 – Z – 0372 નંબરની નવી બસ ફાળવાઈ હતી. જેમાં 45 પેસેન્જરને બેસાડીને પોતે રાજકોટ માટે રવાના થયા હતા. દરમિયાન હાઈવે પર બામણબોર બાયપાસ પાસે પેટ્રોલ પંપ તરફથી એક જેસીબી રોડ ક્રોસ કરતું હતું.

અચાનક આવેલા આ જેસીબીએ બસને હડફેટે લેતા બસ ડિવાઈડર પર ચડીને પલ્ટી મારી ગઈ હતી. જેમાં 6 મુસાફરોને ઇજા થતા તુરંત 108ને ફોન કરાયો હતો. જેને પગલે એમ્બ્યુલન્સ સહિત એરપોર્ટ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને PI જી.એમ. હડિયાના માર્ગદર્શન હેઠળ ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવના પગલે હાઇવે પર થયેલા ટ્રાફિકજામને પણ પોલીસે તુરંત જ પૂર્વવત કરાવ્યો હતો. અને અન્ય બે જેસીબીની મદદથી પલ્ટી મારી ગયેલી બસને સીધી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud