• કિર્તીદાન ગઢવી એન્ડ ટીમ દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે
  • અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાનના કાર્યક્રમમાં તેમણે હિન્દી ફિલ્મી સોંગ પણ રજુ કર્યા
  • મહિલા શ્રોતાઓ ઉત્સાહભેર મંચ પર આવી જઈને ડોલરનો વરસાદ કર્યો

WatchGujarat. અમેરિકાની ધરતી પર એક પછી એક કાર્યક્રમમાં કિર્તીદાન પર ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાન પર ફરી એકવાર ડોલરનો વરસાદ થયો છે. કાઠીયાવાડમાં રૂપિયાની જે રીતેવરસાદ થાય છે, તેમ અમેરિકામાં ત્યાં ડોલરનો વરસાદ થઈ રહ્યો છે. અહીંના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગુજરાતનું ફ્રેમસ સોંગ ‘લીલી લીંબડી રે નાગરવેલ નો છોડ’ ગાતા લોકોએ મન મૂકીને ડોલર ઉડાવ્યા હતા. જેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, અમેરિકાના એટલાન્ટામાં કિર્તીદાનના કાર્યક્રમમાં તેમણે હિન્દી ફિલ્મી સોંગ પણ રજુ કર્યા હતા. જેણે સાંભળીને મહિલા શ્રોતાઓ ઉત્સાહભેર મંચ પર આવી જઈને ડોલરનો વરસાદ કર્યો હતો. લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના મોઢે અનેક લોકપ્રિય ગરબા સાંભળી ત્યાંના ગુજરાતીઓ સહિત સ્થાનિકો કોરોના મહામારીનું દુખ અને વ્યથા ભૂલવાની કોશિશ કરી રહ્યા છે. જેના કારણે કિર્તીદાન પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે,કિર્તીદાન ગઢવી એન્ડ ટીમ દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા લોકગાયક કિર્તીદાન ગઢવીએ ડેલવારના ડેપ્યુટી ગવર્નર બેથ સાથે મુલાકાત કરી હતી. જ્યાં ડેપ્યુટી ગવર્નર ‘લાડલી’નું પ્રસિદ્ધ ગીત સાંભળીને ભાવવિભોર બન્યા હતા. અને કિર્તીદાન ગઢવીને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners