USAમાં ઓક્સસીટી ખાતે ગરબાનો કાર્યક્રમ યોજાયો
વારાફરથી કીર્તિદાનનાં ગીતો ઉપર ડોલરનો વરસાદ વરસાવી રહ્યા છે
જેમાં USAનાં ઓક્સમાં નવરાત્રીની આ ઉજવણી દરમિયાન ગુજરાતી સહીત ભારતીયો રાસની રમઝટ બોલાવી રહ્યા છે
WatchGujarat. સૌરાષ્ટ્ર-કચ્છમાં લોક ગાયકો ઉપર રૂપિયાનો વરસાદ કરવાની વર્ષોજૂની પરંપરા ચાલી આવે છે. તેમાં પણ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનાં ડાયરામાં તો રૂપિયાનો ધોધમાર વરસાદ થતો હોય છે. ત્યારે હવે USAમાં પણ કીર્તિદાનનાં સુરીલા ગીતોએ આ પરંપરા શરૂ કરાવી છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં ડોલર ઉડ્યા બાદ ફરીથી એકવાર USAમાં સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીનાં ગરબામાં ડોલરનો વરસાદ થયાનો વિડીયો સામે આવ્યો છે.
https://youtu.be/vyT6fqRbO54
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઓક્સસીટી ખાતે ગરબાનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં કીર્તિદાન એક બાદ એક ગુજરાતી લોકગીતો લાલકારી રહ્યા છે. અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. આ દરમિયાન કેટલાક યુવાનો સ્ટેજ પર આવે છે. અને વારાફરથી કીર્તિદાનનાં ગીતો ઉપર ડોલરનો વરસાદ વરસાવી રહ્યા છે. બાદમાં તો કેટલીક યુવતિઓ પણ સ્ટેજ ઉપર ચડી જાય છે. અને પોતાના સૂર વડે લોકોને ડોલાવી રહેલા કીર્તિદાન ઉપર ડોલર વરસાવે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ઓક્સસીટી ફિલાડેલ્ફિયા USA ખાતે લોકગાયક કીર્તિદાન ગઢવીનાં ગરબાનું આયોજન કરાયું છે. જેમાં USAનાં ઓક્સમાં નવરાત્રીની આ ઉજવણી દરમિયાન ગુજરાતી સહીત ભારતીયો રાસની રમઝટ બોલાવી રહ્યા છે. દરમિયાનકિર્તીદાનનાં કંઠે ગવાયેલા ગીત અને ગરબામાં ડોલરનો વરસાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, કિર્તીદાન ચાલું વર્ષે નવરાત્રીમાં USAની ભૂમિ પર સતત અલગ અલગ શહેરનાં ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.