તાજેતરમાં કલેકટર દ્વારા બિનખેતીની 150 ફાઇલને નામંજૂર કરવામાં આવી હતી
ફાઈલો નામંજૂર થતા રેવન્યુ બાર એસોસિયએશન અને બિલ્ડર લોબી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી
કોઈપણ ફાઈલ બિનખેતી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા હોય છે, જે મુજબ ઓનલાઈન માધ્યમથી કરેલી તમામ અરજીઓ ગાંધીનગર પહોંચે છે - ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ
WatchGujarat. શહેરમાં બિનખેતીની ફાઈલોને લઈને વિવાદ વકરતા કલેક્ટરે પીછેહઠ કરવાની ફરજ પડી છે. સમગ્ર મામલે ભાજપનાં ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા પ્રભારી જીતુ વાઘાણીને રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં આ રજૂઆત મહેસુલ મંત્રી સુધી પહોંચતા કલેક્ટરને પીછેહઠ કરવાની ફરજ પડી છે. અને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ બિનખેતી માટેની રિજેક્ટ કરેલી ફાઇલ ફરીથી રી ઓપન કરવાની મંજૂરી આપી દીધી છે. પ્રદેશ ભાજપ સુધી આ ફરિયાદ પહોંચતા કલેક્ટરે તમામ ફાઇલ રીઓપન કરવાની મંજૂરી આપવાની ફરજ પડી છે.
તાજેતરમાં કલેકટર દ્વારા બિનખેતીની 150 ફાઇલને નામંજૂર કરવામાં આવી હતી. આ ફાઈલો નામંજૂર થતા રેવન્યુ બાર એસોસિયએશન અને બિલ્ડર લોબી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલે રજૂઆત કરતા મહેસૂલ મંત્રી દ્વારા પણ કલેકટરને તમામ ફાઇલ રી ઓપન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેને પગલે કલેટરે આ તમામ ફાઈલો રીઓપન કરવાની ફરજ પડી છે.
આ અંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ ફાઈલ બિનખેતી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા હોય છે. જે મુજબ ઓનલાઈન માધ્યમથી કરેલી તમામ અરજીઓ ગાંધીનગર પહોંચે છે. જ્યાં વિવિધ અધિકારીઓ દ્વારા સ્ક્રુટીની કરવામાં આવે છે. અને ત્યારબાદ આ અરજી વિવિધ જિલ્લાનાં કલેક્ટરને કરવામાં આવે છે. જ્યાં કલેક્ટર દ્વારા આખરી નિર્ણય લેવામાં આવે છે. અને ઘટતા કાગળો-વિગતો વગેરે કાંઈ હોય તો તે મંગાવીને બિનખેતી માટેની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે આવી 200થી વધુ ફાઈલો આવી ચૂકી હોવા છતાં તે અંગેની કોઈ કાર્યવાહી નહીં થતા મારે આ અંગેની રજુઆત જિલ્લા પ્રભારી જીતુ વાઘાણીને કરવાની ફરજ પડી છે. જો કે આ માટેના કારણ અંગે તેમણે પોતે કલેક્ટર સાથે કોઈ ચર્ચા કરી હોવાનો ઈન્કાર કર્યો હતો.
- તાજેતરમાં કલેકટર દ્વારા બિનખેતીની 150 ફાઇલને નામંજૂર કરવામાં આવી હતી
- ફાઈલો નામંજૂર થતા રેવન્યુ બાર એસોસિયએશન અને બિલ્ડર લોબી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી
- કોઈપણ ફાઈલ બિનખેતી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા હોય છે, જે મુજબ ઓનલાઈન માધ્યમથી કરેલી તમામ અરજીઓ ગાંધીનગર પહોંચે છે - ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ