• ગઢકા ગામની સર્વે નંબર 477ની 100 એકર જમીન પસંદ કરવામાં આવી
  • જમીન માટે દરખાસ્ત પણ મુકવામાં આવી,જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો
  • 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થપાશે

WatchGujarat. સમગ્ર દેશ સહિત દુનિયામાં સુપ્રસિદ્ધ થયેલ અમુલ હવે રાજકોટમાં પણ જોવા મળશે. જી.હા હાલ આણંદમાં મોટો ડેરી પ્લાન્ટ સ્થાપીત છે ત્યારે રાજકોટમાં અમૂલનો ડેરી પ્લાન્ટ સ્થાપવા ગઢકા ગામની જમીનની પસંદગી કરવામાં આવી છે.અમુલ ગુજરાતનો બીજો અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્લાન્ટ અહીં સ્થાપિત કરશે. જેથી સૌરાષ્ટ્રના દુધ ઉત્પાદકોને ફાયદો થશે.

મળતી માહિતી મુજબ રાજકોટ શહેર નજીક અમૂલનો મોટો પ્લાન્ટ સ્થપાશે. જે માટે ગઢકા ગામની સર્વે નંબર 477ની 100 એકર જમીન પસંદ કરવામાં આવી છે. આ જમીન માટે દરખાસ્ત પણ મુકવામાં આવી છે. જેમાં જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે. હવે આ મામલે ટુંક જ સમયમાં નિર્ણય લઇ પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી હાથ ધરાશે.નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સમયમાં અમૂલના પ્લાન્ટ સ્થાપવાની કંપની દ્વારા જાહેરાત થઇ ચુકી છે. આ માટે રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે ગઢકા ગામમાં 100 એકર જમીન પસંદ કરવામાં આવી છે. આ જગ્યાને અમૂલ બ્રાન્ડનું પ્રોડક્શન કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ને પ્લાન્ટ સેટ અપ કરવા માટે ટોકન ભાવે આપવામાં આવશે. આ પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય GCMMF દ્વારા સપ્ટેમ્બર 2020માં પોતાની બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો.

ડેરી દ્વારા પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર પાસે જમીન ટોકન દરે આપવા માટે માગણી કરવામાં આવી હતી. રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડૈઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજકોટનાં આણંદપર પાસે જમીન નક્કી કરવામાં આવી હતી.પરંતુ અમુલનાં હોદ્દેદારો અને વહીવટ તંત્રને આ જમીન મોંઘી લાગી હતી માટે નવી જગ્યાની પસંદગી આદરી હતી. હવે આ નવી જગ્યાએ જમીન મળી ગઇ છે.જ્યાં અમુલ ગુજરાતનો બીજો અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપીત થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud