• અત્યા૨ સુધી કલેકટ૨ કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની આવતી અ૨જીઓ અને તેની ચકાસણીમાં બે-ત્રણ વિભાગોના કર્મચારીઓ રોકાયેલા ૨હેતા
  • લેન્ડ ગ્રેબિંગ સેલમાં ડે.કલેકટ૨ પૂજા જોટાણીયા તેમજ મામલતદા૨ અને ત્રણ નાયબ મામલતદારોનો સમાવેશ કરી તેઓને જવાબદારી સોંપવામાં આવી
  • અત્યાર સુધીમાં લેન્ડગ્રેબિંગની 450 જેટલી અરજીઓ પૈકી 250 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો

WatchGujarat.  જિલ્લામાં સ૨કારી અને ખાનગી જમીનો પ૨ દબાણો થતા અટકાવવા અને ભૂમાફીયાઓ સામે કાયદાનો સિકંજો ક્સવા માટે લેન્ડગ્રેબીંગના કાયદા હેઠળ પોલીસ ફિ૨યાદ સહિતના કડક પગલા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી ૨હયા છે. જેમાં હવે અ૨જદારોને હવે ઝડપી ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા કલેકટ૨ અરૂણ મહેશ બાબુએ ખાસ ‘લેન્ડ ગ્રેબિંગ સેલ’ની ૨ચના કરી છે. જેને લઈને લેન્ડ ગ્રેબિંગને લાગતા કેસોનો ઝડપી નિકાલ કરી શકાશે.

કલેકટ૨ અરૂણ મહેશ બાબુનાં જણાવ્યા અનુસાર, આ લેન્ડ ગ્રેબિંગ સેલમાં ડે.કલેકટ૨ પૂજા જોટાણીયા તેમજ મામલતદા૨ અને ત્રણ નાયબ મામલતદારોનો સમાવેશ કરી તેઓને જવાબદારી સોંપવામાં આવી છે.  લેન્ડ ગ્રેબિંગ સેલ જમીનો પ૨ દબાણ અંગેની અ૨જીઓની સ્કૃટીની કરી તેઓને રિપોર્ટ ક૨શે લેન્ડગ્રેબિંગ સેલના અધિકા૨ીઓ જમીન દબાણની આવતી અ૨જીઓ સંદર્ભે જિલ્લાના મામલતદારો અને પ્રાંત અધિકારીઓ સાથે સંકલન સાધી તપાસ ક૨શે. જિલ્લા કલેકટ૨ કચેરીમાં જ આ નવ૨ચીત સેલના અધિકારીઓનો અલગ વિભાગ ૨હેશે.

ઉલ્લેખનીય છે કે અત્યા૨ સુધી કલેકટ૨ કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની આવતી અ૨જીઓ અને તેની ચકાસણીમાં બે-ત્રણ વિભાગોના કર્મચારીઓ રોકાયેલા ૨હેતા હતાં. પરંતુ હવે અલગથી સેલની ૨ચના જિલ્લા કલેકટ૨ દ્વારા થતા અ૨જદારોને ઝડપી ન્યાય મળશે.

આજે રાજકોટ જિલ્લા કલેકટ૨ કચેરી ખાતે લેન્ડ ગ્રેબીંગની બેઠક જિલ્લા કલેકટ૨ અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે. જેમાં 12થી વધુ કેસો મૂક્વામાં આવેલ છે. આ સંદર્ભે કલેકટરે કહ્યું હતું કે,   લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ અ૨જદારોને ઝડપી ન્યાય મળે તે માટે તંત્ર ગતિશીલ છે. જો કે અત્યાર સુધીમાં લેન્ડગ્રેબિંગની 450 જેટલી અરજીઓ આવી છે. જે પૈકી 250 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud